ફરિયાદ મળ્યાં બાદ બે જ દિવસની અંદર પોલીસે એફઆઈઆર નોંધવો : હાઈ ર્કોટ

16 December, 2012 05:27 AM IST  | 

ફરિયાદ મળ્યાં બાદ બે જ દિવસની અંદર પોલીસે એફઆઈઆર નોંધવો : હાઈ ર્કોટ

બૉમ્બે હાઈ ર્કોટે પોલીસને નાગરિકો દ્વારા કરવામાં આવેલી ફરિયાદ પરથી ક્રિમિનલ કેસ બની શકે છે કે નહીં એની જાણકારી આપવા જણાવ્યું હતું. ત્યાર બાદ રાજ્યના ડિરેક્ટર જનરલ ઑફ પોલીસ (ડીજીપી) દ્વારા બહાર પાડવામાં આવેલા સક્યુર્લરમાં જણાવવામાં આવ્યું છે કે જો પોલીસને ફરિયાદ વિશે કોઈ શંકા હોય તો ૪૮ કલાકની અંદર પ્રાથમિક તપાસ કરવી જોઈએ અને ત્યાર બાદ ફરિયાદ દાખલ કરવી જોઈએ. જો એમ શક્ય ન હોય તો બીજા ત્રણ દિવસની અંદર આ મામલે ક્રિમિનલ કેસ થઈ શકે એમ નથી એવું ફરિયાદીને જણાવવું જોઈએ.