બૉમ્બે પાઇપ્સ ઍન્ડ ફિટિંગ્સ મર્ચન્ટ્સ ચૅરિટેબલ ટ્રસ્ટ દ્વારા સભ્યો માટે પોસ્ટલ સર્વિસ સાથે મળીને ઝુંબેશ

07 March, 2025 11:48 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મોહમ્મદ અલી રોડ પરના પોસ્ટ-ઑફિસ પરિસરને અપગ્રેડ કરવાની વિનંતી પર GPO ખાતેની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને પોસ્ટ-ઑફિસને અપગ્રેડ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે.

અધિકારીઓ

બૉમ્બે પાઇપ્સ ઍન્ડ ફિટિંગ્સ મર્ચન્ટ્સ ચૅરિટેબલ ટ્રસ્ટે તાજેતરમાં ભારતીય ટપાલ સેવા સાથે મળીને એના ૪૦૦+ સભ્યો અને તેમના ઑફિસ-સ્ટાફ માટે એક ઝુંબેશનું આયોજન કર્યું છે. આ ઝુંબેશમાં આધાર કાર્ડ, પૅન કાર્ડ, આયુષ્માન કાર્ડ, અકસ્માત વીમા પૉલિસી અને કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલી અન્ય ઘણી પોસ્ટલ યોજનાઓનું અપગ્રેડેશન સામેલ છે. ઘણા લોકોએ આ કૅમ્પનો લાભ લીધો હતો, જે હવે અભૂતપૂર્વ માગને કારણે આજ સુધી લંબાવવામાં આવ્યો છે.

આ ઝુંબેશમાં મહારાષ્ટ્ર સર્કલના ચીફ પોસ્ટ-માસ્ટર જનરલ અમિતાભ સિંહ અને તેમના સાથીઓ ઉપસ્થિત રહ્યા હતા. મૅનેજિંગ ટ્રસ્ટી સમીર એસ. શાહ અને ટ્રસ્ટીઓ જય પટેલ તથા યોગેશ મહેતા દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.

બૉમ્બે પાઇપ્સ ઍન્ડ ફિટિંગ્સ મર્ચન્ટ્સ અસોસિએશન દ્વારા સૂચવવામાં આવેલા મોહમ્મદ અલી રોડ પરના પોસ્ટ-ઑફિસ પરિસરને અપગ્રેડ કરવાની વિનંતી પર GPO ખાતેની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને પોસ્ટ-ઑફિસને અપગ્રેડ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે.

mumbai news mumbai indian government india