વિક્રોલીમાં રેલવેની જમીનનો સર્વે કરવાનો ર્કોટનો આદેશ

22 October, 2011 07:36 PM IST  | 

વિક્રોલીમાં રેલવેની જમીનનો સર્વે કરવાનો ર્કોટનો આદેશ



વિક્રોલીમાં કિલર ફાટકને બંધ કરીને ઈસ્ટ અને વેસ્ટને જોડતો એક ફૂટઓવર બ્રિજ રેલવેએ બાંધ્યો છે, પણ પશ્ચિમ તરફ આ ફૂટઓવર બ્રિજને સ્ટેશનની બહાર દુકાનો હોવાને કારણે પ્લૅટફૉર્મ નંબર એક પર જ રસ્તો આપ્યો હોવાથી  ભીડના સમયે પ્રવાસીઓને ભારે અગવડ પડતી હોય છે એ મુજબની જનહિતની એક અરજી ર્કોટમાં એક સ્થાનિક રહેવાસીએ કરી છે. એમાં તેણે પ્લૅટફૉર્મ નંબર એકને અડીને આવેલા મૉલ અને સ્ટેશનની બહાર આવેલી ૨૪ દુકાનોના માલિકોને પ્રતિવાદી બનાવ્યા છે અને આ દુકાનો તથા મૉલને તોડી પાડવાની માગણી કરી છે. આ અરજી સામે આ દુકાનોના માલિકોએ તેમની દુકાન સુધરાઈની જગ્યા પર હોવાની અને એ માટે તેમણે સુધરાઈ પાસેથી કાયદા મુજબ જરૂરી મંજૂરી મેળવી હોવાનું ર્કોટને જણાવ્યું હતું. તેથી બુધવારે હાઈ ર્કોટની ખંડપીઠે આ જમીનમાં રેલવે, સુધરાઈ તથા પ્રાઇવેટ માલિકીનો કેટલો હિસ્સો છે એનો સર્વે કરીને રિપોર્ટ રજૂ કરવાનો આદેશ આપ્યો હતો.