કોર્ટનો સીમાચિહ્નરૂપ નિર્ણય

13 December, 2012 05:16 AM IST  | 

કોર્ટનો સીમાચિહ્નરૂપ નિર્ણય



ઇતિહાસમાં પહેલી વાર બૉમ્બે હાઈ કોર્ટે આરોપીને પોતાના ખર્ચે પોલીસની ઊલટતપાસને રેકૉર્ડ કરવાની છૂટ આપી છે. લીગલ એક્સપર્ટના કહેવા પ્રમાણે આને કારણે પોલીસની કાર્યવાહી પર ચોક્કસ અસર પડશે. શુક્રવારે જસ્ટિસ એમ. એમ. ઠીપસેએ ઑલ ઇન્ડિયા સ્પીકએશિયા પૅનલિસ્ટ્સ અસોસિએશનના હેડ અશોક બર્હિવણી આગોતરા જામીનની અરજીની સુનાવણી વખતે આ ચુકાદો આપ્યો છે. અશોક બર્હિવણી દાવો હતો કે તેઓ પોલીસતપાસમાં શરૂઆતથી જ પૂરતો સહયોગ આપી રહ્યા હોવા છતાં પોલીસ તેમને પરેશાન કરી રહી છે. તેમના આ દાવાને કારણે હાઈ કોર્ટે તેમને પોતાના ખર્ચે પોલીસની ઊલટતપાસને રેકૉર્ડ કરવાની છૂટ આપી છે.