ટ્રેનમાં બાળકને જન્મ આપનારી મહિલાને અને તેને મદદ ન કરનારા પોલીસોને હાઈ કોર્ટમાં હાજર કરવાનો આદેશ

28 November, 2014 05:19 AM IST  | 

ટ્રેનમાં બાળકને જન્મ આપનારી મહિલાને અને તેને મદદ ન કરનારા પોલીસોને હાઈ કોર્ટમાં હાજર કરવાનો આદેશ



આર્યા ખાન નામની મહિલાને વાશી સ્ટેશને પ્રસૂતિની પીડા ઊપડતાં તેણે ત્યાં હાજર રહેલા બે પોલીસ પાસે મદદ માગી હતી, પરંતુ તેમણે આર્યાને મદદ કરી નહોતી. વધુમાં આર્યા પાસે પોતે ગરીબીરેખા હેઠળ હોવાનું કાર્ડ ન હોવાથી હૉસ્પિટલોએ તેને દાખલ કરવાનો ઇનકાર કર્યો હતો. આર્યા તરફથી હ્યુમન રાઇટ્સ લૉ નેટવર્ક નામની સ્વયંસેવી સંસ્થાએ જનહિતની અરજી દાખલ કરી હતી.

ન્યાયમૂર્તિ અભય ઓકની ખંડપીઠે આર્યા અને તેને મદદ કરવાનો ઇનકાર કરનારા બે પોલીસોને આજે કોર્ટમાં હાજર કરવાનો આદેશ આપ્યો છે જેથી આર્યાની આપવીતી જાણી શકાય. આખરે આર્યાએ લોકલ ટ્રેનમાં બાળકને જન્મ આપ્યો હતો.