14 February, 2026 07:34 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉમ્બે હાઈ કોર્ટની ફાઇલ તસવીર
બૉમ્બે હાઈ કોર્ટે મહારાષ્ટ્ર પોલીસને રાજ્યની હાઈ કોર્ટનાં બિલ્ડિંગો, ન્યાયાધીશોના રેસિડન્સ અને તમામ ટ્રાયલ કોર્ટના સિક્યૉરિટી ઑડિટની વિગતો રજૂ કરવાનો નિર્દેશ
આપ્યો છે.
૨૦૨૧માં ધનબાદમાં એક ઍડિશનલ સેશન્સ જજના મૃત્યુ પછી સુપ્રીમ કોર્ટે ન્યાયાધીશ તેમ જ આ ક્ષેત્રના અન્ય અધિકારીઓની સુરક્ષા બાબતે જાતે જ અરજી કરીને કાર્યવાહી હાથ ધરી હતી. એના પગલે મુખ્ય ન્યાયાધીશ શ્રી ચંદ્રશેખર અને ન્યાયાધીશ ગૌતમ અણખડની બેન્ચે કોર્ટના પરિસરની સુરક્ષા અને ન્યાયાધીશોની સલામતી સુનિશ્ચિત કરવા માટે પોલીસ વિભાગ દ્વારા લેવામાં આવતાં પગલાં વિશે માહિતી માગી છે.
કોર્ટે ૧૭ ફેબ્રુઆરી પર વધુ સુનાવણી મુલતવી રાખી છે તથા ગોવા, ઔરંગાબાદ, નાગપુર અને કોલ્હાપુરની સર્કિટ બેન્ચ અને તમામ જિલ્લાઓમાં ટ્રાયલ કોર્ટ માટેના અત્યાર સુધી કરવામાં આવેલા સિક્યૉરિટી ઑડિટની વિગતો ડિરેક્ટર જનરલ ઑફ પોલીસ પાસે માગી છે.