✕

રેલવે-અકસ્માતમાં થતાં પ્રવાસીઓનાં મૃત્યુ રોકવા તમારો શું પ્લાન છે?

27 November, 2026 09:14 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈ મેટોપૉલિટન રીજનમાં દર વર્ષે ૪૦૦૦ લોકો રેલવે-ઍક્સિડન્ટમાં મૃત્યુ પામે છે એવી અરજી મળતાં બૉમ્બે હાઈ કોર્ટનો રેલવે અને મહારાષ્ટ્ર સરકારને સવાલ.

મુંબઈ લોકલમાં સુરક્ષાનો સવાલ

મુંબઈની લોકલ ટ્રેનનોમાં ભીડના કારણે ટ્રેનમાંથી પડી જવાથી થતાં લોકોનાં મૃત્યુ તથા પ્રવાસીઓના જખમી થવાની ઘટનાને રોકવા માટે શું યોજના બનાવવામાં આવી છે અને ભવિષ્યમાં એ માટે શું પગલાં લેવામાં આવશે એ બાબતે વિગતવાર માહિતી રજૂ કરવાનો આદેશ બૉમ્બે હાઈ કોર્ટે રેલવે-પ્રશાસન તથા મહારાષ્ટ્ર સરકારને આપ્યો હતો.

ખાસ કરીને થાણે અને કલ્યાણ દરમ્યાન પ્રવાસ કરનારાઓ વધુ ભીડ હોવાના કારણે દુર્ઘટનાનો ભોગ બને છે અને આ લાઇનમાં લોકો અકસ્માતનો ભોગ ન બને એ માટે શું પ્લાન છે એ જણાવવા માટે બૉમ્બે હાઈ કોર્ટે જણાવ્યું હતું. મુંબઈ તથા મુંબઈ મેટ્રોપૉલિટન રીજન (MMR)માં દર વર્ષે આશરે ૪૦૦૦ લોકો પોતાના જીવ ગુમાવે છે તથા અનેક લોકો જખમી થઈ જીવનભરની ખોટ સારે છે. આ સમસ્યા ઉકેલવા માટે બૉમ્બે હાઈ કોર્ટ દ્વારા અગાઉ નિયુક્ત કરવામાં આવેલી કમિટી દ્વારા કરવામાં આવેલી ભલામણોની અમલબજાવણી કરવામાં આવી છે કે નહીં એ જાણવા માટે સરોશ મહેતા દ્વારા કરવામાં આવેલી અરજીની સુનાવણી દરમ્યાન હાઈ કોર્ટે ઉક્ત આદેશ રેલવે-પ્રશાસન અને મહારાષ્ટ્ર સરકારને આપ્યો હતો.

mumbai mumbai railways indian railways accident train accident bombay high court mumbai metropolitan region mmr maharashtra government news mumbai news