ફાલ્ગુની પાઠકનાં ગરબા ઇવેન્ટને લીલી ઝંડી, હાઇકૉર્ટે ફગાવી અરજી

23 September, 2022 12:00 PM IST  |  Mumbai | Shilpa Bhanushali

ફાલ્ગુની પાઠકના (Falguni Pathak) નવરાત્રીના (navratri) દસ દિવસના કાર્યક્રમની (10 Days Event) વિરોધમાં મયૂર ફારિયા (Advocate Mayur Fariya) અને સમાજ સેવક વિનાયક સાનપે (Socali Worker Vinayak Sanap) જનહિત યાચિકા (Petition) દાખલ કરી હતી.

ફાઈલ તસવીર

ફાલ્ગુની પાઠકના (Falguni Pathak) નવરાત્રીના (navratri) દસ દિવસના કાર્યક્રમની (10 Days Event) વિરોધમાં મયૂર ફારિયા (Advocate Mayur Fariya) અને સમાજ સેવક વિનાયક સાનપે (Socali Worker Vinayak Sanap) જનહિત યાચિકા (Petition) દાખલ કરી હતી. હવે બૉમ્બે હાઇકૉર્ટે (Bombay High Court) આ મામલે સુનાવણી આપતા અરજીકર્તાને પ્રશ્ન કર્યો છે કે શું ખરેખર આવી જનહિત અરજી દાખલ (was there is an actual need of filing Petition) કરવાની જરૂર હતી? અપૂરતી માહિતી સાથે તમે કોઈના વિરુદ્ધ કેસ કેવી રીતે નોંધાવી શકો? આમ સીધેસીધું નહીં પણ આડકતરી રીતે વકીલને બૉમ્બે હાઇકૉર્ટની ફટકારનો સામનો કરવો પડ્યો છે.

MRTP કાયદા હેઠળ પ્રવેશશુલ્ક લેવાની પરવાનગી આપવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા માન્ય હોય છે. તેમ છતાં તમારી પાસે આ વિશે જો અપૂરતી માહિતી હોય તો તમે અરજી કેમ દાખલ કરી? ખરેખર આ મુદ્દો જનહિત અરજી દાખલ કરવા જેવો લાગે છે? આવા પ્રશ્નો સાથે બૉમ્બે હાઇકૉર્ટના ન્યાયાધીશે વકીલ મયૂર ફારિયા અને સમાજ સેવક વિનાયક સાનપ દ્વારા કરવામાં આવેલી જનહિત અરજી ફગાવી દીધી છે અને ફાલ્ગુનીની ગરબા ઇવેન્ટને લીલી ઝંડી આપી છે.

આ પણ વાંચો : ગરબા ક્વીન ફાલ્ગુની પાઠકનું નવરાત્રી સ્પેશિયલ `વાસલડી` ગીત રિલીઝ

જણાવવાનું કે આ વર્ષે બોરીવલીમાં ફાલ્ગુની પાઠક દ્વારા નવરાત્રી ઉત્સવ માટે લેટ પ્રમોદ મહાજન સ્પૉર્ટ્સ કૉમ્પ્લેક્સ બોરીવલીમાં 13 એકડની જમીન પર ગરબોત્સવનું આયોજન 26 સપ્ટેમ્બરથી 5 ઑક્ટોબર સુધી કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમના વિરોધમાં વકીલ મયૂર ફારિયા અને સમાજ સેવક વિનાયકર સાનપે એન્ટ્રી ફી મામલે જનહિત અરજી દાખલ કરી હતી. જો કે, હાઇકૉર્ટે તેમની આ અરજી ફગાવતા તેમને એવા પ્રશ્નો કર્યા છે જે ખરેખર તેમનેન્યૂ જ વિચારતાં કરી મૂકે છે.

falguni pathak Mumbai Mumbai news