મુશ્કેલીમાં મલિક:બૉમ્બે HCએ જાહેર કરી નૉટિસ, વાનખેડે પરિવાર સામેના નિવેદનોનો કેસ

07 December, 2021 07:33 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મલિક સતત આરોપ મૂકતા રહ્યા કે સમીર વાનખેડે ઇસ્લામ તરીકે જન્મ્યા, પણ તેમણે અનુસૂચિત જાતિના હોવાનો દાદોવ કરતા કેન્દ્ર સરકારની નોકરી મેળવી. તો વાનખેડે મલિકના આ આરોપોનું ખંડન કરી રહ્યા છે.

નવાબ મલિક (ફાઇલ તસવીર)

બૉમ્બે હાઇકૉર્ટે મંગળવારે મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી અને એનસીપી નેતા નવાબ મલિકને એક નૉટિસ જાહેર કરી છે. આની સાથે જ કૉર્ટે મલિકને નિર્દેશ આપ્યા છે કે તે એક શપથપત્ર જમા કરીને જણાવે કે જ્ઞાનદેવ વાનખેડે અને તેના પરિવાર વિરુદ્ધ નિવેદનોના સંબંધે કૉર્ટના પહેલાના આદેશોનું જાણીજોઇને ખંડન કરવા પર કાર્યવાહી કેમ ન કરવામાં આવે. કૉર્ટે કહ્યું કે જ્યારે આ માટે તમે (નવાબ મલિકે) કૉર્ટને કહ્યું હતું કે તમે આવું નહીં કરો.

જ્ઞાનદેવ વાનખેડે નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (NCB) મુંબઇના ઝોનલ નિદેશક સમીર વાનખેડેના પિતા છે. મલિક સતત આરોપ મૂકતા રહ્યા કે સમીર વાનખેડે ઇસ્લામ તરીકે જન્મ્યા, પણ તેમણે અનુસૂચિત જાતિના હોવાનો દાદોવ કરતા કેન્દ્ર સરકારની નોકરી મેળવી. તો વાનખેડે મલિકના આ આરોપોનું ખંડન કરી રહ્યા છે.

એનસીપી (રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી) નેતા નવાબ મલિક ગયા મહિને મુંબઇમાં ક્રૂઝ પર ડ્રગ પાર્ટીને લઈને એનસીબી દ્વારા છાપેમારી તેમજ આર્યન ખાન સહિત 20 જણની ધરપકડ બાદ વાનખેડે પર સતત આરોપ મૂકી રહ્યા છે. આર્યન તેમજ કેટલાક અન્યને પછીથી જામીન પર છોડવામાં આવ્યા. થોડાક દિવસો પહેલા મલિકે ફરી એક આરોપ મૂક્યો હતો.

સમીર વાનખેડેની માના મૃત્યુ પ્રમાણ પત્રને લઈને ઉઠાવ્યો પ્રશ્નો
મલિકે કહ્યું હતું કે વાનખેડે અને તેમના પરિવારે તેમની માતાના 2015માં નિધન બાદ મૃત્યુ પ્રમાણપત્ર બનાવડાવ્યા હતા. એક પ્રમાણ પત્રમાં તેની મા હિંદુ તો બીજામાં મુસ્લિમ જણાવવામાં આવી છે. વાનખેડેની મા જાહિદાનું નિધન 16 એપ્રિલ 2015ના રોજ થયું હતું. તેમણે મુંબઇના ઓશિવારા કબ્રિસ્તાનમાં દફનાવવાનો સર્ટિફિકેટ જાહેર થયો હતો, જેમાં તેમને મુસ્લિમ કહેવામાં આવ્યા. આના બીજા દિવસે જાહિદાના પરિવારજનોએ એક વધુ ડેથ સર્ટિફિકેટ બનાવડાવ્યું, જેમાં તેમને હિંદુ ધર્મના જણાવવામાં આવ્યા.

nawab malik bombay high court Mumbai mumbai news