રિયા ચક્રવર્તીને બૉમ્બે હાઇકૉર્ટે સશરતે આપ્યા જામીન, શૌવિકની અરજી રદ

07 October, 2020 01:06 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

રિયા ચક્રવર્તીને બૉમ્બે હાઇકૉર્ટે સશરતે આપ્યા જામીન, શૌવિકની અરજી રદ

ફાઇલ ફોટો

ડ્રગ્સ કનેક્શન કેસ મામલે રિયા ચક્રવર્તીને જામીન મળી ગયા છે. બૉમ્બે હાઇકોર્ટે તેને સશરત જામીન આપ્યા છે. તો રિયાના ભાઇ શૌવિકની જામીન અરજી રદ કરી દીધી છે.

ડ્રગ્સ કેસમાં રિયા ચક્રવર્તીને જામીન મળી ગયા છે. બૉમ્બે હાઇકોર્ટે તેને શરતો સાથે જામીન આપ્યા છે. તો રિયાના ભાઈ શૌવિકની જામીન અરજી રદ થઈ ગઈ છે. આ સિવાય ડ્રગ પેડલર બાસિત પરિહારની જામીન અરજીને પણ કોર્ટે રદ કરી દીધી છે.

રિયાએ પોતાનું પાસપોર્ટ જમા કરાવવું પડશે. જો તેણે મુંબઇ બહાર જવું છે તો તેણે પરવાનગી લેવી પડશે. રિયાને જ્યારે પણ પૂછપરછ માટટે બોલાવવામાં આવશે ત્યારે તેણે હાજર રહેવું પડશે.
 
બૉમ્બે હાઇકૉર્ટે રિયા સિવાય ત્રણ લોકોને જામીન આપ્યા છે. જેમાં સેમ્યુઅલ મિરાંડા અને દીપેશ સાવંત પણ સામેલ છે. ત્રણે પર જામીન માટે એક જેવી જ શરતો લાગૂ પાડવામાં આવી છે. શૌવિકને જામીન એટલે નથી આપવામાં આવી કારણકે તેના પર રિયા કરતા વધારે ગંભીર આરોપ મૂકાયા છે.

રિયાની એનસીબીએ આઠ સપ્ટેમ્બરના ધરપકડ કરવામાં આવી હતી. તેણે લોઅર કૉર્ટ દ્વારા બેવાર અરજી ફગાવી દેવાયા પછી હાઇકૉર્ટમાં અપીલ કરી હતી આ પહેલા ગયા મંગળવારે સેશન કૉર્ટે રિયાની ન્યાયિક ધરપકડ 20 ઑક્ટોબર સુધી વધારી દીધી હતી.
 
રિયા પર શું છે આરોપ
સુશાંત સિંહ રાજપૂત કેસમાં રિયા ચક્રવર્તી પર ડ્રગ્સના ખરીદ-વેચાણના આરોપ છે. રિયા અને તેના ભાઈ શૌવિકની ઘણી ચૅટ સામે આવી હતી જેમાં તે ડ્રગ્સ પેડલર્સ સાથે વાત કરી રહ્યા હતા. જો કે, રિયાએ પોતે ડ્રગ્સ લેવાની ના પાડી છે. એક ઇન્ટરવ્યૂમાં અભિનેત્રીએ કહ્યું હતું કે સુશાંત સિંહ રાજપૂત ઘણીવાર ડ્રગ્સનું સેવન કરતો હતો. ફિલ્મ કેદારનાથના શૂટિંગ દરમિયાન સુશાંતને ડ્રગ્સની આદત પડી ગઈ હતી.

mumbai mumbai news rhea chakraborty sushant singh rajput