Cruise Ship Drug Case: આખરે આર્યન ખાનને રાહત મળી, હાઈકોર્ટે આપ્યા જામીન

28 October, 2021 05:09 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

બોમ્બે હાઈકોર્ટે ડ્રગ્સ-ઓન-ક્રુઝ કેસમાં આર્યન ખાનને જામીન આપ્યા છે.

ફાઇલ ફોટો

ક્રૂઝ ડ્રગ્સ કેસમાં આખરે આર્યન ખાનને જામીન મળી ગયા છે. તેની સાથે બોમ્બે હાઈકોર્ટે અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધામેચાને પણ જામીન આપ્યા છે. જસ્ટિસ નીતિન સાંબ્રેની ખંડપીઠે ત્રણ દિવસની સતત સુનાવણી બાદ ત્રણેય આરોપીઓને જામીન આપ્યા છે. ASG અનિલ સિંહે ગુરુવારે NCB વતી જામીનનો વિરોધ કર્યો હતો, પરંતુ આર્યનના વકીલ મુકુલ રોહતગીએ કોર્ટમાં તેની દરેક દલીલન વિરોધ કર્યો હતો. જોકે, કોર્ટે હજી સુધી ઓર્ડરની કોપી આપી નથી, તે શુક્રવારે આપવામાં આવશે.

વકીલ અનિલ સિંહે પોતાની દલીલો શરૂ કરતા કહ્યું કે આર્યન ખાન ઘણા વર્ષોથી ડ્રગ્સનું સેવન કરે છે. એવું નથી કે તે દિવસે તેણે પહેલી વાર તેનું સેવન કર્યું હતું. NCB પાસે પુરાવા છે કે આર્યન ડ્રગ્સની વ્યવસ્થા કરતો હતો. એએસજીએ જામીનનો વિરોધ કરતા કહ્યું કે આર્યન ખાન પાસે સભાનપણે ડ્રગ્સ છે. તે સારી રીતે જાણતો હતો કે તેના મિત્ર અરબાઝ પાસે ચરસ છે અને તે બંને માટે છે, પરંતુ કોર્ટે તેની દલીલ સ્વીકારી ન હતી. કોર્ટે કોન્શિયસ પઝેશનના મુદ્દાને ફગાવી દીધો હતો. ઉપરાંત, કોર્ટ ષડયંત્ર અંગેની દલીલોથી સંતુષ્ટ ન હતી.

mumbai news aryan khan Shah Rukh Khan NCB Narcotics Control Bureau bombay high court