બોમ્બે હાઈકોર્ટે સમીર વાનખેડેની આ અરજીનો નિકાલ કર્યો

28 October, 2021 03:56 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મહારાષ્ટ્ર સરકારના વકીલે કોર્ટને ખાતરી આપી કે મુંબઈ પોલીસ દ્વારા ધરપકડ પહેલા ૩ દિવસની નોટિસ આપવામાં આવશે. તે પછી કોર્ટે આ સમીર વાનખેડેની અરજીનો નિકાલ કર્યો છે.

ફાઇલ ફોટો

બોમ્બે હાઈકોર્ટે NCB ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેની કોઈ પણ બળજબરીભર્યા પગલાં સામે રક્ષણ આપવાની અરજી ફગાવી છે. મહારાષ્ટ્ર સરકારના વકીલે કોર્ટને ખાતરી આપી કે મુંબઈ પોલીસ દ્વારા ધરપકડ પહેલા ૩ દિવસની નોટિસ આપવામાં આવશે. તે પછી કોર્ટે આ સમીર વાનખેડેની અરજીનો નિકાલ કર્યો છે.

અરજી ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમના સંદર્ભમાં હોવાથી, જો અમે કાયદા હેઠળ ગુનો નોંધીશું તો અમે ૭૨ કલાકની પૂર્વ સૂચના આપીશું, એમ મહારાષ્ટ્ર સરકારના વકીલે જણાવ્યું હતું. મહારાષ્ટ્ર સરકારના વકીલે બોમ્બે હાઈકોર્ટને જણાવ્યું કે સમીર વાનખેડે વિરુદ્ધ 4 અલગ-અલગ ફરિયાદો છે. એસીપી સ્તરના અધિકારી તપાસનું નેતૃત્વ કરી રહ્યા છે જે હમણાં જ શરૂ થઈ છે. અમે હજુ સુધી વાનખેડે સામે કોઈ એફઆઈઆર નોંધી નથી.

દરમિયાન NCBના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેએ મહારાષ્ટ્ર સરકાર દ્વારા તેમની સામેની તપાસને લઈને બોમ્બે હાઈકોર્ટમાં ગયા છે. તેમણે આ મામલે CBI અથવા કોઈપણ કેન્દ્રીય એજન્સી દ્વારા તપાસની માંગ કરી છે.

mumbai news bombay high court NCB Narcotics Control Bureau