બૉમ્બે HC: કોવિડ દવા ખરીદીમાં કૉંગ્રેસ વિધેયક અને સોનુ સૂદની ભૂમિકાની થાય તપાસ

17 June, 2021 03:21 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ઉચ્ચ ન્યાયાલયે કહ્યું કે આ લોકોએ પોતાને એક પ્રકારનો દૂત બતાવ્યો અને આ વાતની તપાસ પણ નથી કરી કે આ દવાઓ ડુપ્લિકેટ તો નથી અને આ પૂરવઠો માન્ય છે પણ કે નહીં.

સોનુ સૂદ (તસવીર સૌજન્ય મિડ-ડે)

બૉમ્બે હાઇ કૉર્ટે બુધવારે મહારાષ્ટ્ર સરકારને નિર્દેશ આપ્યા કે નાગરિકો માટે કોવિડરોધી દવાનીઓની ખરીદી તેમજ આપૂર્તિમાં સ્થાનિક કૉંગ્રેસ વિધેયક જીશાન સિદ્દીકી તેમજ અભિનેતા સોનુ સૂદની ભૂમિકાની તપાસ કરવામાં આવે. ઉચ્ચ ન્યાયાલયે કહ્યું કે આ લોકોએ પોતાને એક પ્રકારનો દૂત બતાવ્યો અને આ વાતની તપાસ પણ નથી કરી કે આ દવાઓ ડુપ્લિકેટ તો નથી અને આ પૂરવઠો માન્ય છે પણ કે નહીં.

ન્યાયમૂર્તિ એસપી દેશમુખ અને ન્યાયમૂર્તિ જીએસ કુલકર્ણીની પીઠને મહાધિવક્તા આશુતોણ કુંભકોણિએ જણાવ્યું હતું કે મહારષ્ટ્ર સરકારે ચેરિટેબલ ટ્રસ્ટ બીડીઆર ફાઉન્ડેશન અને તેના ન્યાસિઓ વિરુદ્ધ સિદ્દીકીને રેમડેસિવિર દવાનો પૂરવઠો કરવા મામલે મઝગાંવ મહાનગર કૉર્ટમાં અપરાધિક મામલો નોંધાવવામાં આવ્યો હતો. ત્યાર બાદ કૉર્ટે મહારાષ્ટ્ર સરકારને તપાસના નિર્દેશ આપ્યા.

કુંભકોણિએ કહ્યું કે જીશાન સિદ્દીકી ફક્ત તે નાગરિકો સુધી દવાઓ પહોંચાડી રહ્યા હતા જે તેમનો સંપર્ક કરતા હતા, આથી તેમના વિરુદ્ધ અત્યાર સુધી કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. તેમણે કહ્યું કે સોનુ સૂદે ગોરેગાંવ સ્થિત લાફલાઇન કૅર હૉસ્પિટલમાં સ્થિત દવાની અનેક દુકાનોમાંથી દવાઓ લીધી હતી. ફાર્મા કંપની સિપ્લાએ આ ફાર્મસિઓને રેમડેસિવિરનો પૂરવઠો કર્યો હતો અને આ મામલે હજી પણ તપાસ ચાલી રહી છે.

તે ઉચ્ચ ન્યાયાલયના છેલ્લા આદેશો પર જવાબ આપી રહ્યા હતા જેને કોવિડ-19 મહામારી સામે લડવા માટે જરૂરી દવાઓ તથા સંસાધનોના પ્રબંધથી લઈને તેના સંબંધે અનેક મુદ્દે જનહિત અરજીઓ પણ સુનાવણી કરતા સંભળાવ્યો હતો.

mumbai mumbai news sonu sood