Mumbai: બે સપ્તાહમાં નારાયણ રાણેના ગેરકાયદે બાંધકામને તોડી પડાશે, જાણો વિગતો

20 September, 2022 12:43 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ભાજપ નેતા અને રાજ્યસભા સાંસદ નારાયણ રાણેને બૉમ્બે હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. હકીકતમાં, બૉમ્બે હાઈકોર્ટ દ્વારા બીએમસીને બે અઠવાડિયામાં મુંબઈ સ્થિત તેના બંગલામાં ચાલી રહેલા અનઅધિકૃત બાંધકામને તોડી પાડવાનો આદેશ આપવામાં આવ્યો છે.

નારાયણ રાણે

ભાજપ નેતા અને રાજ્યસભા સાંસદ નારાયણ રાણે (Narayan Rane)ને બૉમ્બે હાઈકોર્ટ (Bombay High Court)તરફથી મોટો ઝટકો લાગ્યો છે. હકીકતમાં, બૉમ્બે હાઈકોર્ટ દ્વારા બીએમસીને બે અઠવાડિયામાં મુંબઈ સ્થિત તેના બંગલામાં ચાલી રહેલા અનઅધિકૃત બાંધકામને તોડી પાડવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ સિવાય 10 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. બીએમસીની ટીમ દ્વારા કોસ્ટલ રેગ્યુલેટરી ઝોન (CRZ)ના નિયમોના ઉલ્લંઘન બદલ રાણેના `આધિશ` બંગલાની તપાસ થોડા મહિના પહેલા કરવામાં આવી હતી. જે બાદ રાણેને BMC એક્ટ 1888ની કલમ 351(1) હેઠળ નોટિસ આપવામાં આવી હતી. BMC કે-વેસ્ટ વોર્ડ અધિકારી દ્વારા જારી કરાયેલી નોટિસમાં જણાવવામાં આવ્યું છે કે બંગલામાં કરવામાં આવેલા ફેરફારો મંજૂર પ્લાન અનુસાર નથી.

રાણેએ બોમ્બે હાઈકોર્ટમાં કેન્દ્રીય મંત્રી નારાયણ રાણે દ્વારા બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ની નોટિસને રદ કરવા માટે અરજી કરી હતી. રાણેએ અરજીમાં BMC દ્વારા 25 ફેબ્રુઆરી, 4 માર્ચ અને 16 માર્ચે આપવામાં આવેલી નોટિસને વિકૃત, ગેરકાયદેસર અને મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન ગણાવી હતી. રાણેના વકીલ અમોઘા સિંહે જસ્ટિસ એ સૈયદની બેન્ચ સમક્ષ અરજી પર વહેલી સુનાવણીની અપીલ કરી હતી. આ પછી બોમ્બે હાઈકોર્ટે ગેરકાયદે બાંધકામને તોડવા પર થોડા દિવસો માટે પ્રતિબંધ મૂક્યો હતો. જો કે હવે તેને બોમ્બે હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે.

નોટિસમાં બંગલાના ગ્રાઉન્ડ ફ્લોર અને આઠમાંથી સાત માળમાં અનધિકૃત ફેરફારોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. BMCના એક અધિકારીનું કહેવું છે કે પહેલા માળથી 8મા માળ સુધી (7મા માળ સિવાય) ગાર્ડનની જગ્યાએ રૂમ બનાવવામાં આવ્યા છે, જ્યારે નિયમો અનુસાર આઠ માળના બંગલાના તમામ માળ પર બગીચો હોવો જરૂરી છે. 

mumbai news bombay high court narayan rane