આદર્શ મામલામાં વધારે સુનાવણી સામે કોર્ટની બેન્ચે ઉપાડ્યો વાંધો

29 August, 2012 05:51 AM IST  | 

આદર્શ મામલામાં વધારે સુનાવણી સામે કોર્ટની બેન્ચે ઉપાડ્યો વાંધો

છેલ્લા કેટલાક મહિનાઓથી આદર્શકૌભાંડ મામલામાં સીબીઆઇની તપાસ પર નજર રાખી રહેલી બૉમ્બે હાઈ કોર્ટની ડિવિઝનલ બેન્ચે ગઈ કાલે આ મામલામાં કરવામાં આવેલી જાહેર હિતની અરજીઓ તેમ જ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અશોક ચવાણની અરજીની સુનાવણી સામે વાંધો જાહેર કર્યો હતો.

હકીકતમાં સોમવારે અશોક ચવાણ દ્વારા અરજી કરીને તેમની વિરુદ્ધનો કેસ પડતો મૂકવાની ડિમાન્ડ કરવામાં આવી હતી. આ અરજીમાં જણાવવામાં આવ્યું હતું કે તેમની સામે આ કેસ રાજકીય કિન્નાખોરીને કારણે કરવામાં આવ્યો હતો અને એની તપાસ કરી રહેલી સીબીઆઇ પાસે પણ પૂરતા કાયદાકીય પુરાવાઓ નથી. આ ઍપ્લિકેશન સાથે ઍક્ટિવિસ્ટ પ્રવીણ વાટેગાવકર અને સિમપ્રીત સિંહની જાહેર હિતની અરજીઓ પણ હતી અને આ તમામની ગઈ કાલે સુનાવણી હતી, પણ આ સુનાવણી સામે જ ડિવિઝનલ બેન્ચે વાંધો ઉઠાવ્યો હતો. આ સુનાવણી વખતે ડિવિઝનલ બેન્ચના જજિઝ જસ્ટિસ એસ. એ. બોરાડે અને આર. જી. કેતકરે સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું હતું કે તેઓ આ સુનાવણી કરી શકે એમ નથી.

સીબીઆઇ = સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન