શોધવા નીકળ્યા વિસ્ફોટકો અને મળ્યાં માવો-ઘી

17 October, 2011 09:08 PM IST  | 

શોધવા નીકળ્યા વિસ્ફોટકો અને મળ્યાં માવો-ઘી

જેને કોઈ ડૉક્યુમેન્ટ્સ કે રસીદ વગર ગુજરાતથી મુંબઈ લાવવામાં આવી રહ્યાં હતાં, પરંતુ હવે પોલીસને લાગે છે કે જો માવો અને ઘી મુંબઈમાં લાવી શકાય તો પછી એક્સપ્લોઝિવ્સ પણ લાવવામાં આવી શકે.

મુંબઈના પોલીસ-કમિશનર અરૂપ પટનાઈકની સ્પેશ્યલ સ્ક્વૉડે ગુજરાતથી મુંબઈ આવી રહેલી બાલાજી ટ્રાવેલ્સ અને પટેલ ટ્રાવેલ્સની એક-એક બસને ગઈ કાલે વહેલી સવારે ઓશિવરામાં રોકીને ચેકિંગ કર્યું હતું, જેમાં ૪૫૦ કિલો માવો અને ૭૫ કિલો ઘી મળી આવ્યાં હતાં. આ કેસમાં પોલીસે બસના ડ્રાઇવર અને ક્લીનરની ધરપકડ કરી હતી. તેમને ઓશિવરા પોલીસને સોંપવામાં આવ્યા હતા.

મુંબઈ પોલીસની સ્પેશ્યલ સ્ક્વૉડના સિનિયર ઇન્સ્પેક્ટર રાકેશ શર્માએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઓશિવરામાં બસને ચેકિંગ માટે રોકવામાં આવી હતી. તપાસ કરતાં ઘી અને માવો ગેરકાયદે ટ્રાન્સપોર્ટ કરવામાં આવતાં હોવાનું જાણવા મળ્યું હતું. માવા અને ઘીને ફૂડ ઍન્ડ ડ્રગ્સ ઍડ્મિનિસ્ટ્રેશનને ટેસ્ટ કરવા માટે આપ્યાં છે.