બોઇસરના માછીમારે દુર્લભ ગણાતી ૩ ફુટની ફિનલેસ પોર્પોઇઝને બચાવી

12 January, 2021 11:29 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બોઇસરના માછીમારે દુર્લભ ગણાતી ૩ ફુટની ફિનલેસ પોર્પોઇઝને બચાવી

બોઈસરમાં દરિયાકાંઠેથી ત્રણ ફુટ ફિનલેસ પોર્પોઇઝને રેસક્યુ કરાઈ

બોઇસર સ્થિત માછીમારે તારાપુર ગામના દરિયાકાંઠેથી ત્રણ ફુટ ફિનલેસ પોર્પોઇઝ દરિયાઇ સસ્તન પ્રાણીને  બચાવ્યો હતો. ૩૦ વર્ષના માછીમાર જગદીશ વિંદે માછીમારી કરવા માટે ગયો ત્યારે તેને ફિનલેસ પોર્પોઇઝ દેખાય આવતાં તેને રેસક્યુ કરાય અને ફરી અરબી સમુદ્રમાં છોડી મૂકાય હતી. આ પહેલીવાર છે જ્યારે દરિયાકિનારે જીવંત ફિનલેસ પોર્પોઇઝ મળી આવ્યું હતું.

જગદીશ વિંદેએ કિનારે માછલી પકડવા માટે જાળી નાખી હતી, જ્યારે તે કિનારે ગયો ત્યારે એક જીવંત દરિયાઇ પ્રાણી જોઈ હતી અને તે દોડીને ત્યાં જોવા પહોંચ્યો હતો. તેણે તરત રેસક્યુ કરીને બચાવામાં સફળ મેળવી હતી. પહેલા એ ડોલ્ફિન જેવો લાગતો હતો, પણ પછીથી પુષ્ટિ થઈ ગઈ હતી કે તે ફિનલેસ પોર્પોઇઝ છે. જગદીશે તેને બચાવીને ફરીથી દરિયાઇ પાણીમાં છોડી મુકયો હતો. દરિયાઇ જીવવિજ્ઞાનશાસ્ત્રી અનુસાર, ડોલ્ફિન અને પ્રોપોઇસ સમાન દેખાતા હોય છે, પરંતુ પોર્પોઇઝિસના મોં નાના હોય છે અને કપાળ આકારના દાંત હોય છે.

mumbai mumbai news