પાંચથી વધુ કોરોના-કેસ હશે...તો બિલ્ડિંગ સીલ

19 February, 2021 08:00 AM IST  |  Mumbai | Preeti Khuman Thakur

પાંચથી વધુ કોરોના-કેસ હશે...તો બિલ્ડિંગ સીલ

છેલ્લાં થોડા સમયથી સુધરાઈ કોરોનાના નિયમોનું સખતાઈથી પાલન નહોતી કરાવતી, પણ હવે કેસોમાં વધારો થવાની સાથે એણે પણ લૉકડાઉન વખતે જે નિયમો રાખ્યા હતા એ ફરી એકવાર લાગુ કરવાનું નક્કી કર્યું છે. એના જ ભાગરૂપે હવે જે બિલ્ડિંગમાં કોરાનાના કેસની સંખ્યા વધારે હશે એ બિલ્ડિંગને ફરીથી સીલ કરવામાં આવશે. એના વિશે બીએમસીના ઍડિશનલ કમિશનર સુરેશ કાકાણીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હવેથી જો કોઈ બિલ્ડિંગમાં પાંચ કેસ હશે તો એને સીલ કરી દેવામાં આવશે.

ક્યારે કેટલા ફ્લોર સીલ કરાશે?

આ વિશે માહિતી આપતાં બીએમસીના એડિશનલ મ્યુનિસિપલ કમિશનર સુરેશ કાકાણીએ મિડ-ડેને કહ્યું હતું કે ‘૪થી પાંચ માળાની નાની બિલ્ડિંગ હોય અને બે અલગ-અલગ ફ્લોર પર પોઝિટીવ પેશન્ટ આવે તો એ બિલ્ડિંગને સીલ કરી દેવામાં આવી રહી છે. તેમ જ મોટી બિલ્ડિંગમાં અલગ ફ્લોર પર પેશન્ટ આવે તો પહેલા સ્ટેજમાં એ ફ્લોર સીલ કરીએ છીએ. પરંતુ જો પાંચથી વધુ પોઝિટીવ પેશન્ટ મળી આવ્યા તો સંપૂર્ણ બિલ્ડિંગને જ સીલ કરવામાં આવી રહી છે.’

તો આખો ફ્લોર ક્વૉરન્ટીન

કોરોના પેશન્ટનો કેસ તમારી બિલ્ડિંગમાં બને નહીં એની તકેદારી ખાસ રાખવી પડશે. કોરોના નિયમો અચૂક પાળવા પડશે અથવા ક્વૉરન્ટીન થવાનો વારો આવશે. હવે બીએમસી બિલ્ડિંગના ફ્લોર પર કોઈ પોઝિટીવ કેસ આવ્યો તો એ આખા ફ્લોરને સીલ કરી દેવામાં આવશે. આ ફ્લોર પરથી કોઈને અંદર આવવા નહીં દેવાશે કે અહીંથી કોઈને બહાર જવા દેવામાં આવશે નહીં.

coronavirus covid19 mumbai mumbai news brihanmumbai municipal corporation preeti khuman-thakur