મૅટરનિટી હોમ બની ગયું સેક્સ અને દારૂનો અડ્ડો

03 July, 2017 03:45 AM IST  | 

મૅટરનિટી હોમ બની ગયું સેક્સ અને દારૂનો અડ્ડો


લક્ષ્મણ સિંહ

ગોરેગામ (ઈસ્ટ)માં ૨૦૧૨માં બનાવવામાં આવેલા ત્રણ માળના એક મૅટરનિટી હોમના પાંચ વર્ષથી ખાલી પડેલા બિલ્ડિંગમાં ડ્રગ્સ, દારૂ અને સેક્સ જેવી ગેરપ્રવૃત્તિઓ ખુલ્લેઆમ ચાલી રહી છે. સિક્યૉરિટી ગાર્ડના અભાવે ગુંડાઓ બિન્દાસ અહીં અવરજવર કરે છે. BJPનાં નગરસેવિકા પ્રીતિ સાટમને સ્થાનિકો પાસેથી મળેલી ફરિયાદ બાદ આ બાબતની જાણ થઈ હતી.

પ્રીતિ સાટમે કહ્યું હતું કે ‘સોમવારે જ્યારે મેં બિલ્ડિંગની મુલાકાત લીધી ત્યારે એક રૂમમાં બિઅરની બૉટલો પડી હતી. એ સિવાય કૉન્ડોમનાં પાઉચ અને સિગારેટો પણ હતાં. આ જગ્યાએ દેહવ્યાપાર થતો હોવાની શક્યતા છે. અહીંનાં દરવાજા-બારી તૂટેલાં છે. આ બાબતે મેં હેલ્થ-ડિપાર્ટમેન્ટ અને સ્થાનિક વૉર્ડમાં પણ જાણ કરી હતી. આ ગેરપ્રવૃત્તિઓને રોકવા માટે છેલ્લા ચાર મહિનાથી મેં દરેક સિવિક અધિકારીઓને લેખિતમાં પત્ર લખ્યા છે તેમ જ પોલીસને પણ સિક્યૉરિટી ગાર્ડ રાખવા માટે જાણ કરી છે છતાં કંઈ થયું નથી.’

૨૦૧૪માં ડેવલપરે આ બિલ્ડિંગ BMCને સોંપી દીધું હતું, પરંતુ એ પછી મૅટરનિટી હોમ શરૂ થયું જ નથી. નગરસેવિકાએ બુધવારે વિમેન ઍન્ડ ચાઇલ્ડ વેલ્ફેર કમિટીની બેઠકમાં આ બિલ્ડિંગનો મુદ્દો ઉઠાવ્યો હતો. નગરસેવિકાએ બેઠકમાં બિલ્ડિંગની ખરાબ પરિસ્થિતિવાળા ફોટો પણ દર્શાવ્યા હતા ત્યારે અધિકારીએ જવાબ આપ્યો હતો કે મૅટરનિટી હોમ શરૂ કરવા માટે તેઓ કૉન્ટ્રૅક્ટર અપૉઇન્ટ કરવામાં અસમર્થ રહ્યા છે.

આ બિલ્ડિંગ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ (PPP) મૉડ્યુલ હેઠળ બાંધવામાં આવ્યું હોવાથી BMCએ આ બિલ્ડિંગના બાંધકામ પર કોઈ ખર્ચ કર્યો નથી.


ઍક્ઝિક્યુટિવ હેલ્થ ઑફિસરના જણાવ્યા પ્રમાણે ‘અમે PPP હેઠળ મૅટરનિટી હોમ ડેવલપ કરવાનો પ્લાન કરી રહ્યા છીએ, પરંતુ PPP પૉલિસીમાં ફેરફાર થવાને કારણે ડિલે થઈ રહ્યું છે. અમે વહેલી તકે ટેન્ડર બહાર પાડીશું. આ બાબતનું અમલીકરણ થતાં કેટલો સમય લાગશે એવો પ્રશ્ન પૂછતાં તેઓ જવાબ આપવામાં નિષ્ફળ રહ્યા હતા. બિલ્ડિંગની બહાર સિક્યૉરિટી નથી એ બાબતે તેમણે જવાબ આપ્યો હતો કે તેઓ ભ્ સાઉથ વૉર્ડ (ગોરેગામ)ના હેલ્થ ઑફિસર સાથે તપાસ કરશે.

શહેરમાં ગ્પ્ઘ્નાં ૨૮ મૅટરનિટી હોમ છે. જો આ પણ શરૂ થઈ જાય તો મલાડના અપ્પાપાડા, નાગરી નિવારા, ગોકુલધામ તેમ જ નજીકના વિસ્તારોમાં રહેતા આર્થિક રીતે નબળા પરિવારોને એનો લાભ મળશે અને એનાથી ૧ લાખ મહિલાઓને મદદ થશે જે હાલમાં ગોરેગામ (વેસ્ટ)ની સિદ્ધાર્થ હૉસ્પિટલમાં જાય છે.

વિમેન ઍન્ડ ચાઇલ્ડ વેલ્ફેર કમિટીના ચૅરપર્સનને આ બાબતે પૂછતાં તેમણે કહ્યું હતું કે મેં ફોટોગ્રાફ જોયા છે અને હેલ્થ ડિપાર્ટમેન્ટને બિલ્ડિંગની મુલાકાત લેવાનું કહ્યું છે.