બીએમસીના વૉર્ડ ૨૩૬ રહેશે કે પાછા ૨૨૭ થઈ જશે? આગામી સુનાવણી ૨૦ ડિસેમ્બરે

01 December, 2022 09:10 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એકનાથ શિંદેના વડપણ હેઠળની રાજ્ય સરકારે નોટિફિકેશન બહાર પાડીને મુંબઈ સુધરાઈના વાર્ડની સંખ્યા ૨૩૬થી ઘટાડીને ૨૨૭ કરવાનો નિર્ણય લીધો હતો

ફાઇલ તસવીર

મુંબઈ : રાજ્ય સરકારે ગઈ કાલે બૉમ્બે હાઈ કોર્ટને જણાવ્યું હતું કે જ્યાં સુધી મુંબઈ સુધરાઈના વૉર્ડની સંખ્યા ઘટાડવામાં આવે એ બદલની માગ કરતી અરજી પર સુનાવણી નથી થતી ત્યાં સુધી મુંબઈ મહાનગરપાલિકાની વૉર્ડ-રચનામાં કોઈ ફેરબદલ નહીં કરાય. હવે એ અરજીની સુનાવણી ૨૦ ડિસેમ્બરે રાખવામાં આવી છે.

એકનાથ શિંદેના વડપણ હેઠળની રાજ્ય સરકારે નો​ટિફિકેશન બહાર પાડીને મુંબઈ સુધરાઈના વાર્ડની સંખ્યા ૨૩૬થી ઘટાડીને ૨૨૭ કરવાનો નિર્ણય લીધો હતો. જોકે રાજ્ય સરકારના આ નિર્ણયને બે નગરસેવકોએ હાઈ કોર્ટમાં પડકાર્યો હતો. આ પહેલાંની મહાવિકાસ આઘાડીની સરકારે બીએમસીના વૉર્ડની સંખ્યા ૨૨૭થી વધારીને ૨૩૬ કરી હતી.

mumbai mumbai news brihanmumbai municipal corporation