BMC : મુંબઈમાં આવતી કાલે માત્ર મહિલાઓ માટે જ રસીકરણ

16 September, 2021 05:16 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મુંબઈ મહાનગર પાલિકા રસીકરણ વધુ ઝડપી અને તમામ સ્તરના નાગરિકો માટે સુલભ બનાવવા માટે પ્રયત્નશીલ છે અને આ માટે ખાસ સત્રનું આયોજન કરી રહી છે.

પ્રતિકાત્મક તસવીર. ફોટો/આઈસ્ટોક

મુંબઈમાં રહેતી મહિલાઓ માટે મહત્વના સમાચાર આવ્યા છે. કોવિડ-19 રસીકરણ અભિયાન હેઠળ, મુંબઈ મહાનગર પાલિકા મુંબઈમાં તમામ સરકારી અને મ્યુનિસિપલ કોવિડ-19 રસીકરણ કેન્દ્રો પર શુક્રવારે (17 સપ્ટેમ્બર) સવારે 10.30 થી સાંજે 6.30 સુધી મહિલાઓ માટે રસીકરણ સત્રનું આયોજન કરશે. આમાં, સ્ત્રીઓ સીધી રસીકરણ કેન્દ્રમાં આવી શકશે અને કોવિડ રસીનો પ્રથમ અથવા બીજો ડોઝ લઈ શકશે. આ ખાસ સત્રને કારણે આવતી કાલ માટે ઓનલાઈન પ્રી-રજીસ્ટ્રેશન બંધ રહેશે.

મુંબઈ મહાનગર પાલિકા રસીકરણ વધુ ઝડપી અને તમામ સ્તરના નાગરિકો માટે સુલભ બનાવવા માટે પ્રયત્નશીલ છે અને આ માટે ખાસ સત્રનું આયોજન કરી રહી છે. તેના ભાગરૂપે, 17 સપ્ટેમ્બર 2021ને શુક્રવારે સવારે 10.30 થી સાંજે 6.30 દરમિયાન મહિલાઓ માટે અનામત ખાસ કોવિડ રસીકરણ સત્ર હાથ ધરવામાં આવશે.

મુંબઈમાં તમામ 227 મતવિસ્તારોમાં રસીકરણ કેન્દ્રો તેમ જ તમામ સરકારી અને મ્યુનિસિપલ હોસ્પિટલો અને કોવિડ કેન્દ્રમાં રસીકરણ કેન્દ્રો મહિલાઓને કોવિડ રસી મેળવવા માટે વોક ઇનની સુવિધા હશે. આ સત્રમાં પ્રથમ અને બીજો એમ બંને ડોઝ આપવામાં આવશે.

mumbai news vaccination drive brihanmumbai municipal corporation coronavirus