19 July, 2025 07:23 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે ફોર્ટમાં જનરલ પોસ્ટ ઑફિસ સામેના કબૂતરખાના પર ફટાકડો પેટાવીને કબૂતરો પર ફેંકતો માણસ. તસવીરો : અતુલ કાંબળે
લોકોને કબૂતરોને ચણ નાખતાં રોકવા અને કોઈ નાખે તો તેમના પર કાર્યવાહી કરવા બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ ક્લીન-અપ માશર્લ્સ રોક્યા છે. જોકે ફોર્ટમાં જનરલ પોસ્ટ ઑફિસ (GPO) સામે પોતાને ક્લીન-અપ માર્શલ કહેવડાવતો એક માણસ કબૂતરોને ભગાડવા માટે ફટાકડા ફોડતો હોવાનુ બહાર આવ્યું છે. તે બામ્બુ પુર ફટાકડો મૂકીને એને ફોડે છે. ફટાકડો ફૂટતાં કબૂતરો ત્યાંથી ઊડી જાય છે.
જ્યારે આ બાબતે BMCના A વૉર્ડના સૉલિડ વેસ્ટ મૅનેજમેન્ટ ડિપાર્ટમેન્ટના અધિકારીને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે ‘અમે માત્ર લોકો ચણ ન નાખે એ બાબતનું ધ્યાન રાખવા ક્લીન-અપ માર્શલ ગોઠવ્યા છે. એક વાર જો કબૂતરોને એ સ્પૉટ પરથી ખાવાનું મળતું બંધ થઈ જશે તો ધીમે-ધીમે કબૂતરો ત્યાં આવવાનું છોડી દેશે એટલે અમે માત્ર ચણ નાખનારાઓને જ દંડીએ છીએ. હવે જ્યારે તમે આ બાબત અમને જણાવી છે તો અમે એ વિશે તપાસ કરીશું. બામ્બુ પર ફટાકડો મૂકીને ફોડવામાં આવે તો એને તરત રોકવું જોઈએ.’
૧૦,૦૦૦ રૂપિયા GPO પરના કબૂતરખાના પર BMCએ ત્રીજી જુલાઈથી અત્યાર સુધી કબૂતરોને ચણ નાખવા બદલ આટલો દંડ વસૂલ કર્યો છે