BMC મુંબઈ ઉપનગરમાં બનાવશે 4 થીમ પાર્ક

18 January, 2022 03:34 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

બીએમસીના યોજના વિભાગે 4 થીમ પાર્ક પ્રસ્તાવિત કર્યા છે, જેમાંથી વિક્રોલીમાં એક ધ્યાન પાર્ક, ઘાટકોપરમાં સાયન્સ પાર્ક, કાંદિવલીમાં ટ્રાફિક અને દહિસરમાં એક સ્પૉર્ટ્સ ક્લબ સામેલ છે.

ફાઇલ તસવીર

બૃહ્નમુંબઈ નગર નિગમે મુંબઈના પૂર્વી અને પશ્ચિમી ઉપનગરોમાં ચાર થીમ પાર્ક કે ઉદ્યાન વિકસિત કરવા માટે 25 કરોડ રૂપિયાના ટેન્ડર જાહેર કર્યા છે. બીએમસીના યોજના વિભાગે ચાર થીમ પાર્ક (theme park) પ્રસ્તાવિત કર્યા છે જેમાં વિક્રોલીમાં એક ધ્યાન પાર્ક, ઘાટકોપરમાં સાયન્સ પાર્ક, કાંદિવલીમાં ટ્રાફિક અને દહિસરમાં એક સ્પૉર્ટ્સ ક્લબ સામેલ છે.

ઉપનગરીય અભિભાવક મંત્રી આદિત્ય ઠાકરેએ આ ચાર તીમ પાર્કની કલ્પના કરી અને જિલ્લા યોજના સમિતિના માધ્યમે ઉપનગરીય મુંબઈના શહેરી હસ્તક્ષેપોને પ્રોત્સાહન આપવા માટે એક અલગ તૈયારી કરી છે.

બીએમસીએ કહેવાતી રીતે બેરફુટ મેડિટેશન પાર્ક માટે 28,487 વર્ગ મીટર મનોરંજક સ્થળની ઓળખ કરી છે જેમાં એક યોગ અને ધ્યાન ક્ષેત્ર, રૉક ક્લાઇમ્બિંગ ઝૉન, ઘાસ અને ખુલ્લા પગે ચાલવા માટે કીચડથી ભરાયેલા રસ્તા પણ હશે.

સાયન્સ પાર્ક માટે, બીએમસી હાલ 19135 વર્ગ મીટરના બગીચાને બદલવાનો પ્રસ્તાવ મૂક્યો છે જેથી એ નક્કી કરી શક્યા કે આમાં એક એમ્ફીથિએટર, સાથે જ ઇન્ટરેક્ટિવ ભૌતિક વિજ્ઞાન ઉપકરણોનું એક્ઝિબિશન કરવા માટે પણ એક જગ્યા સામેલ છે.

તો ટ્રાપિક પાર્ક માટે બીએણસી હાલ 8000 સ્ક્વેર મીટરના રમતના મેદાનનું પુનર્નિર્માણ કરશે. આ એક બેડમિંટન ક્ષેત્ર, ફિલ્ડ ટ્રેક, ઑપન-એર જિમની સાથે જ આવશે જેમાં બૉર્ડ, સાઇનેઝ, ફુટ ઓવર બ્રિજ મૉડલ અને એક પાલતૂ-સુરક્ષિત ક્ષેત્ર જેવા તત્વો સામેલ હશે.

મલ્ટીપર્પસ સ્પૉર્ટ્સ ક્લબ માટે 497 સ્ક્વેર મીટરમાં વિસ્તરિત એક મેદાનને શૉર્ટલિસ્ટ કરવામાં આવ્યું છે જ્યાં બીએમસી ક્રિકેટ પિચ, કબડ્ડી અને વૉલિબૉલ કૉર્ટ બનાવશે.

Mumbai mumbai news brihanmumbai municipal corporation