હવે કંગનાનું ઘર પણ તૂટશે?

13 September, 2020 09:50 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

હવે કંગનાનું ઘર પણ તૂટશે?

ફાઈલ તસવીર

અભિનેત્રી કંગના રનોટ (Kangana Ranaut) અને શિવસેના વચ્ચે વિવાદ વધતો જ જાય છે. બૃહન્મુંબઈ મહાનગરપાલિકા (BMC)એ રવિવારે તેના ઘર સંબંધિત એક નવી નોટિસ મોકલી છે.

મુંબઈમાં કંગનાના ખાર સ્થિત ઘરની અંદર કરવામાં આવેલા અનધિકૃત બાંધકામ સંબંધિત પાલિકાએ નોટિસ ફટકારી છે. પાલિકાનું કહેવું છે કે, કંગનાના ઘરમાં તેના ઑફિસ કરતા પણ વધુ નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. તાજેતરમાં જ કંગનાના પાલી હીલ સ્થિત ઓફિસને બીએમસીએ ગેરકાયદેસર ગણાવીને તેના ઉપર બુલડોઝર ચલાવ્યું હતું.

ખાર વેસ્ટ સ્થિત ડીબી બ્રિજ (આર્કિડ બ્રીજ)ના 16 નંબર રોડ ઉપરની એક બિલ્ડિંગના પાંચમાં માળમાં કંગના રહે છે. આ ફ્લોરમાં કંગનાનાં કુલ ત્રણ ફ્લેટ છે, જેમાં એક 797 સ્કે.ફૂટ, બીજો 711 સ્કે.ફૂટટ અને ત્રીજો 459 સ્કે.ફૂટ છે. હાલ કંગનાના ઘરમાં થયેલા ગેરકાયદેસર બાંધકામનો કેસ કોર્ટમાં છે, જેની સુનાવણી 25 સપ્ટેમ્બરે થશે.

મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી (Bhagat Singh Koshiyari)ની મુલાકાત લીધી છે. તેમની સાથેની મુલાકાત બાદ કંગનાએ કહ્યું કે, હું કોઈ પૉલીટિશિયન તો નથી. મારી સાથે જે અન્યાય થયો તે વિશે મે તેમને વાત કરી છે. હું તેમની દિકરી હોવ એ રીતે તેમણે મારી વાત સાંભળી અને મને સહાનુભૂતિ આપી. મને વિશ્વાસ છે કે ન્યાય મળશે.

mumbai news kangana ranaut brihanmumbai municipal corporation