સુધરાઈ હવે ફેરિયાઓને સ્વચ્છતાના પાઠ ભણાવશે

31 October, 2012 05:02 AM IST  | 

સુધરાઈ હવે ફેરિયાઓને સ્વચ્છતાના પાઠ ભણાવશે

રોડસાઇડ સ્ટૉલ પર ખાવાથી ગૅસ્ટ્રો, કમળો, કૉલેરા જેવી બીમારીઓ થતી હોવાથી મુંબઈની ૫૦ ખાઉગલીઓમાં આ અઠવાડિયાથી સુધરાઈ અને ફૂડ ઍન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ ફેરિયાઓને કેવી રીતે વાનગીઓ બનાવવી, એ બનાવતી વખતે શું કાળજી રાખવી, બનેલી વાનગીઓ કઈ રીતે ઢાંકવી, કેવી રીતે પીરસવી એ બાબતે મહત્વની સૂચનાઓ આપશે. આ માટે પહેલાં રેલવે-સ્ટેશનો, મહત્વની સરકારી ઑફિસો, કૉલેજો અને ટૂરિસ્ટ-સ્પૉટ પાસેની ખાઉગલીની પસંદગી કરવામાં આવી છે. એમાં ભુલેશ્વર, દાદરની છબીલદાસ ગલી, શેખ મેમણ સ્ટ્રીટ, વિલે પાર્લે‍ની મીઠીબાઈ કૉલેજ, દાદીશેઠ અગિયારી લેન જેવી મુખ્ય ખાઉગલીનો સમાવેશ છે. જો આ પ્રોજેક્ટ સફળ જશે તો મુંબઈભર ફેલાવવામાં આવશે એમ સુધરાઈ એ જણાવ્યું છે.