મુલુંડના એક ઝાડમાંથી BMCએ અઢી કિલો વજનના ૧૫૩ ખીલા ખેંચી કાઢ્યા

23 April, 2025 10:35 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુલુંડ-વેસ્ટમાં લાલ બહાદુર શાસ્ત્રી માર્ગ પર નિર્મલ લાઇફસ્ટાઇલથી સહેજ આગળ વસંત ઑસ્કર બિલ્ડિંગ તરફ જતાં વર્ષો જૂનું એક વિશાળ બહાવાનું ઝાડ આવેલું છે

મુલુંડના એક ઝાડમાંથી BMCએ અઢી કિલો વજનના ૧૫૩ ખીલા ખેંચી કાઢ્યા

મુલુંડ-વેસ્ટમાં લાલ બહાદુર શાસ્ત્રી માર્ગ પર નિર્મલ લાઇફસ્ટાઇલથી સહેજ આગળ વસંત ઑસ્કર બિલ્ડિંગ તરફ જતાં વર્ષો જૂનું એક વિશાળ બહાવાનું ઝાડ આવેલું છે. એના પર કેબલના અનેક વાયરો લટકાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત અંધશ્રદ્ધાથી પ્રેરાઈને અનેક લોકો એના પર ખીલા ઠોકી જતા હતા જેને કારણે એ ઝાડ ધીમે-ધીમે સુકાઈને મરી જવાની શક્યતા હતી. મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના ‘ટી’ વૉર્ડના ગાર્ડન ડિપાર્ટમેન્ટે ગઈ કાલે એ ઝાડ બચાવવા ત્યાં કાર્યવાહી કરી હતી.

BMCના ગાર્ડન ડિપાર્ટમેન્ટના ઑફિસરો અને કર્મચારીઓ ત્યાં પહોંચી ગયા હતા. તેમણે ઝાડ પરથી કેબલના વાયરો હટાવ્યા હતા. તેમણે અઢી કિલો વજનના કુલ મળીને ૧૫૨ ખીલા ખેંચી કાઢ્યા હતા. ઝાડની આસપાસ લીંબુ અને નારિયેળ સહિતની કેટલીક અન્ય વસ્તુઓ પણ મળી આવી હતી. એ બધું ત્યાંથી હટાવી ત્યાં નવી માટી નાખીને ઝાડને મરતું બચાવવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. 

mulund brihanmumbai municipal corporation environment news mumbai mumbai news