BMC બાળકોના રસીકરણ માટે તૈયાર, કેન્દ્રીય માર્ગદર્શિકાની વાટ જોઈ રહી છે: મુંબઈ મેયર

18 October, 2021 08:47 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

પેડનેકરે સોમવારે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, “કેન્દ્ર સરકાર તરફથી માર્ગદર્શિકા અને આ વયજૂથ માટે રસીનો જરૂરી સ્ટોક મળ્યા બાદ રસીકરણ શરૂ થશે.”

મુંબઈના મેયર કિશોરી પેડનેકર. ફાઇલ તસવીર

મુંબઈના મેયર કિશોરી પેડનેકરે સોમવારે જણાવ્યું હતું કે “બૃહન્મુંબઈ મહાનગર પાલિકા (BMC) 2થી 17 વર્ષના 33 લાખ બાળકો માટે કોવિડ-19 રસીકરણ અભિયાન શરૂ કરવા માટે તૈયાર છે, પરંતુ તે કેન્દ્ર સરકારની માર્ગદર્શિકાની રાહ જોઈ રહી છે.”

પેડનેકરે સોમવારે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, “કેન્દ્ર સરકાર તરફથી માર્ગદર્શિકા અને આ વય જૂથ માટે રસીઓનો જરૂરી સ્ટોક મળ્યા બાદ રસીકરણ શરૂ થશે.”

ભારતની કોવિડ રસીકરણ ડ્રાઇવમાં બાળકોને સામેલ કરવા માટે, સરકારની વિષય નિષ્ણાત સમિતિ (SEC) સાથે 12 ઓક્ટોબરના રોજ ભારત બાયોટેકની કોવેક્સિન માટે 2-18 વર્ષના વયજૂથ માટે ઇમરજન્સી યુઝ ઓથોરાઇઝેશન (EUA) આપવાની ભલામણ કરવામાં આવી હતી.

શહેરમાં 8થી 12 વર્ગ માટે શાળાઓ ફરી શરૂ કરવામ આવી હોવાથી, BMCએ અગાઉ સૂચવ્યું હતું કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) બાળકો માટે રસીકરણ કાર્યક્રમને બહાર પાડવાની મંજૂરી આપે કે તરત જ તે શહેરના કિશોરોને રસી આપવા માટે તૈયાર છે અને કોઈપણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડ જરૂર નહીં પડે.

ગત વર્ષે રોગચાળાની શરૂઆતથી, બાળકો અને કિશોરોમાં 49,743 ચેપ જોવા મળ્યા હતા. તેમાં 13,947 નવ વર્ષથી ઓછી ઉંમરના અને 35,806 કેસ 10થી 19 વર્ષની વચ્ચે હતા. આ વર્ષે જૂનમાં મુંબઈમાં 2,176ની બાળરોગ પર કરવામાં આવેલા સિરોસર્વેમાં જાણવા મળ્યું હતું કે 51.18 ટકા બાળકો કોવિડ-19ના સંપર્કમાં આવ્યા છે, જેમાં મોટાભાગના એસિમ્પટમેટિક છે.

10-14 વય જૂથમાં મહત્તમ સિરો પોઝિટિવિટી દર 53.43 ટકા મળી આવ્યો હતો, જેના માટે ઓછામાં ઓછા 560 નમૂનાઓ એકત્રિત કરવામાં આવ્યા હતા. આ પછી 15-18 વય જૂથનો દર 51.39 ટકા આવ્યો હતો. સિરો પોઝિટિવિટી 1-4 વર્ષના વય જૂથમાં 51.04 ટકા અને 5-9 વય જૂથમાં 47.33 ટકા હતો.

પેડનેકરે શહેરના રસીકરણ કવરેજની પ્રશંસા કરી અને નાગરિકોને માસ્ક પહેરવા જેવા કોવિડ-યોગ્ય વર્તનને ચાલુ રાખવાનું કહ્યું હતું.

હાલમાં, શહેરમાં 325 રસીકરણ કેન્દ્રો છે અને મુંબઈના 97% લાયક નાગરિકોને રસીકરણનો પ્રથમ ડોઝ મળ્યો છે અને 55%ને સંપૂર્ણ રસી આપવામાં આવી છે. BMCના ડેટા મુજબ, 1.34 કરોડ લોકોને રસીની ઓછામાં ઓછો એક ડોઝ આપવામાં આવ્યો છે, જ્યારે 48.33 લાખ લોકોનું બંને ડોઝ સાથે સંપૂર્ણ રસી કરવામાં આવ્યું છે.

mumbai news mumbai brihanmumbai municipal corporation covid vaccine