BMC, મુંબઈ ફાયર બ્રિગેડ 5 માળની બિલ્ડિંગથી ઉંચી ઇમારતોની કરશે વીજ ઑડિટ

24 January, 2022 07:34 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શનિવાર, 22 જાન્યુઆરીના તારદેવમાં 20માળની બિલ્ડિંગમાં એક ભીષણ આગ લાગી, જેમાં સાતના જીવ ગયા અને અનેક ઇજાગ્રસ્ત થયા.

તસવીર સૌજન્ય બિપિન કોકાટે (મિડ-ડે)

તારદેવમાં 20 માળની કમલા બિગ્લિડંગમાં લેવલ 3ની આગ લાગ્યા પછી, જેમાં સાત લોકોના જીવ ગયા, બૃહ્નમુંબઈ નગર નિગમ (BMC)એ મુંબઈ ફાયર બ્રિગેડ સાથે મળીને 15 મીટરથી ઉંચી ઇમારતો માટે વિદ્યુત સુરક્ષાનું સંચાલન કરવાનો નિર્ણય લીધો છે. 

આ પગલું ખરાબ વીજ તારોને કારણે ઉંચી ઇમારતોમાં વારંવાર લાગનારી આગને જોતાં લેવામાં આવ્યો છે.

ફાયર વિભાગ પ્રમાણે, તેમણે બીએમસી અધિકારીઓ સાથે રાજ્ય વિદ્યુત નિરીક્ષક સાથે સંયુક્ત રૂપે બેઠક કરી છે આ સંબંધે નગર નિકાય અને ફાયર વિભાગની રાજ્ય સરકાર સાથે વાતચીત થઈ રહી છે.

મુંબઇ ફાયર બ્રિગેડ (MFB)ના અદિકારીએ કહ્યું કે 15 મીટર કે પાંચ માળથી ઉંચી ઇમારતો માટે એક વાર્ષિક વિદ્યુત સુરક્ષા ઑડિટ, દ્વિવાર્ષિક ફાયર ઑડિટ ફરજિયાત થઈ શકે છે.

આગળ જણાવતા, મુખ્ય અગ્નિશમન અધિકારી હેમંત પંરબે કહ્યું કે સામાન્ય રાય છે કે રહેવાસી સોસાઇટીને ઇલેક્ટ્રિક ઑડિટ કરવા માટે કહેવું જોઈએ. વિદ્યુત નિરીક્ષક વર્ષમાં એકવર આ પ્રકારના ઑડિટને ફરજિયાત કરી શકે છે.

સાથે જ ફાયર બ્રિગેડની ટીમ શહેરમાં આગની ઘટનાઓને ઘટાડવા માટે આવી નીતિ બનાવવામાં ઇનપુટ આપશે. અનેક આગની ઘટનાઓમાં, દોષપૂર્ણ વીજના તાર કારણ હોય છે, જે આગને ફેલાવવામાં યોગદાન આપે છે. આથી, આ મુદ્દાને સુધારવાની જરૂરી છે જેને માટે સમયાંતરે ઇલેક્ટ્રિક ઑડિટની જરૂર હશે, તેમણે કહ્યું.

આ સિવાય, ફાયર વિભાગે કમલા બિલ્ડિંગને તેની બિન સંચાલન અગ્નિશમન પ્રણાલી માટે એક નોટિસ પણ જાહેર કરશે.

તે લોકો માટે, શનિવાર, 22 જાન્યુઆરીના તારદેવમાં 20 માળની ઇમારતમાં એક ભીષણ આગ લાગી હતી, જેમાં સાત લોકોના જીવ ગયા અને અનેક ઇજાગ્રસ્ત થયા.

Mumbai mumbai news brihanmumbai municipal corporation tardeo