દરેક રોડ-ઍક્સિડન્ટ અને ખાડા મૉનિટર કરવાની જવાબદારી બીએમસીની છે

12 March, 2024 09:45 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હાઈ કોર્ટે સુધરાઈનો ઊધડો લેતાં કહ્યું કે ગયા વર્ષે ચોમાસામાં ખાડા પૂરવા માટે ૨૭૩ કરોડનો ખર્ચ કર્યો છતાં રસ્તાની હાલતમાં સુધારો નથી થયો

દરેક રોડ-ઍક્સિડન્ટ અને ખાડા મૉનિટર કરવાની જવાબદારી બીએમસીની છે

રોડ પરના ખાડાઓને કારણે થતા અકસ્માત બાબતે કોર્ટે આપેલા આદેશ છતાં બીએમસી દ્વારા એનું પાલન ન કરાતું હોવાથી ઍડ્વોકેટ ઋજુ ઠક્કરે કોર્ટના અવમાનની કરેલી અરજી પર સુનાવણી કરતાં બૉમ્બે હાઈ કોર્ટે બીએમસીને કહ્યું છે કે દરેક રોડ-ઍક્સિડન્ટ કે ખાડાઓ અમે મૉનિટર કરીએ એ શક્ય નથી, એ જવાબદારી બીએમસીની છે. 
હા​ઈ કોર્ટના ચીફ જ​સ્ટિસ દેવેન્દ્ર ઉપાધ્યાય અને જ​સ્ટિસ આ​રિફ ડૉક્ટરે એ પણ નોધ્યું હતું કે બીએમસી દ્વારા ગયા મૉન્સૂનમાં રસ્તા પરના ખાડા પૂરવા ૨૭૩ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો એમ છતાં રસ્તાની ક​ન્ડિશન સુધરી નથી. બીએમસી તરફથી કહેવામાં આવ્યું હતું કે મુંબઈના ૨૦૫૦ કિલોમીટર રોડમાંથી ૧૨૨૪ કિલોમીટરના રોડનું કૉન્ક્રીટાઇઝેશન થઈ ગયું છે અને ૩૫૬ કિલોમીટર રોડનું કૉન્ક્રીટાઇઝેશન ચાલી રહ્યું છે. એ કૉન્ક્રીટાઇઝેશન બાદ રસ્તા પર ખાડા નહીં પડે. કોર્ટે આગળની સુનાવણી ૧૫ એપ્રિલે રાખી છે.   

brihanmumbai municipal corporation mumbai news road accident mumbai