કોરોના કૅર સેન્ટરની ક્ષમતા બીએમસીએ બમણી કરી

08 May, 2020 11:47 AM IST  |  Mumbai Desk | Prajakta Kasale

કોરોના કૅર સેન્ટરની ક્ષમતા બીએમસીએ બમણી કરી

પાલિકાએ કોરોના કૅર સેન્ટરની ક્ષમતા બમણી કરી

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (બીએમસી)એ શાળા-કૉલેજોની ઇમારતો અને ખુલ્લા પ્લોટ્સ પરના પંડાલોની મદદથી કોરોના પૉઝિટિવ હોય, પરંતુ લક્ષણો ન જણાતાં હોય તેવા (એસિમ્પ્ટોમેટિક) લોકો માટે કોરોના કૅર સેન્ટર (સીસીસી)ની ક્ષમતા વધારી દીધી છે. હવે શહેરમાં પૉઝિટિવ હોય, પરંતુ લક્ષણો ન જણાતાં હોય તેવા લોકો માટે ૩૭,૩૪૩ બેડ્સ તૈયાર રાખવામાં આવ્યા છે. શહેરના એક-ચતુર્થાંશ દરદીઓ આ કેન્દ્રોમાં છે. કોરોના કૅર સેન્ટર-2 (સીસીસી-2)ની મહત્તમ સુવિધાઓ એવા વૉર્ડ્ઝમાં આવેલી છે, જ્યાં કોવિડ-19ના કેસો સૌથી વધુ સંખ્યામાં છે.

સંસ્થાકીય ક્વૉરન્ટીન કેન્દ્રોમાં ૭૦૦૦ કરતાં વધુ હાઇ-રિસ્ક કૉન્ટેક્ટ્સ હાલ છે, પરંતુ એની ક્ષમતા ૨૦,૦૦૦ આવા લોકોને રાખવાની છે ત્યારે બીએમસી હવે પૉઝિટિવ અને લક્ષણો ન ધરાવતાં દરદીઓ માટે સીસીસી-2 પર ધ્યાન આપી રહ્યું છે. ચાર દિવસ પહેલાં સુધી મ્યુનિસિપલ કૉર્પોરેશન ૧૭,૬૫૧ બેડની ક્ષમતા ધરાવતું હતું અને હવે એ ક્ષમતા બેવડી કરી દેવાઈ છે. જ્યાં દરદીઓની સંખ્યા નોંધપાત્ર રીતે વધી રહી છે એ ઈ (ભાયખલ્લા), એલ (કુર્લા), એમ-ઈસ્ટ (ગોવંડી, માનખુર્દ), એમ-વેસ્ટ (ચેમ્બુર), એસ (ભાંડુપ) ખાતે વધુ સંખ્યામાં સુવિધાઓ ઉપલબ્ધ છે.

prajakta kasale brihanmumbai municipal corporation mumbai mumbai news coronavirus covid19