આવી ખખડધજ બસમાં બેસો એટલે જીવનું જોખમ

12 November, 2014 05:44 AM IST  | 

આવી ખખડધજ બસમાં બેસો એટલે જીવનું જોખમ





અમુક બસોની બારીઓ સાવ જ તૂટી ગઈ છે તો બસોમાં બેસવાની સીટોને દોરી બાંધવામાં આવી છે એટલું જ નહીં; અમુક બસોનાં બોનેટને પણ દોરીથી બાંધી રાખવામાં આવ્યાં છે. આટલું બધું નજર સામે હોવા છતાં વહીવટી તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારનાં પગલાં લેવામાં ન આવતાં હોવાની ફરિયાદો પ્રવાસીઓ દ્વારા કરવામાં આવે છે.

તૂટેલી બારીઓ, દોરીથી જકડી રાખવામાં આવેલી સીટોને કારણે વેઠવાનું તો પ્રવાસીઓને જ આવે છે. એક પ્રવાસીનું કહેવું હતું કે જ્યારે તેણે બસના કન્ડક્ટરને આ વિશે કહ્યું ત્યારે કન્ડક્ટરે તેને કહ્યું હતું કે પોતે સવારે પાંચ વાગ્યે ડ્યુટી પર આવે છે અને આ વસ્તુઓ કોઈ લઈ ન જાય એ માટે વસ્તુઓને તેણે દોરીથી બાંધી રાખી છે. સવારે પાંચ વાગ્યે આવીને તેઓ ડ્યુટી કરે કે વસ્તુઓ શોધવા જાય એવો જવાબ તેણે આપ્યો હતો.

તસવીરો : શ્રીકાંત ખુપેરકર