BMC Budget 2020: બ્યુટિફિકેશન, પાણી, રોડ અને બગીચાઓ મળશે, ટેક્સ યથાવત્

04 February, 2020 05:30 PM IST  |  Mumbai | Chirantana Bhatt

BMC Budget 2020: બ્યુટિફિકેશન, પાણી, રોડ અને બગીચાઓ મળશે, ટેક્સ યથાવત્

મુંબઇ મ્યુનિસિપલ કમિશનર પ્રવિણ પરદેશીએ આજે તેમના પહેલા બજેટનું અનાવરણ અને રજૂઆત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન યશવંત જાધવ સામે કર્યાં. મેયર કિશોરી પેડણેકરની હાજરીમાં રજૂ થઇ રહેલા બજેટમાં કેટલાક અગત્યનાં મુદ્દાઓ આ પ્રમાણે છે. ફાઇનાન્શિયલ યર 2020-21 માટેનું અંદાજિત બજેટ 33,441.02 કરોડ રૂપિયા છે. પહેલાં કરતાં આ બજેટમાં 2649 કરોડનો વધારો છે જે 8.6 ટકા જેટલો વધારે છે.બૃહનમુંબઇ મહાનગર પાલિકા-BMCનાં બજેટમાં કરાયેલી અગત્યની જાહેરાતો આ અનુસાર છે.
સ્વાસ્થ્ય અને આરોગ્ય
BMC કમિશનર પ્રવિણ પરદેશીએ રજૂ કરેલા હેલ્થ બજેટમાં રૂ4260.34 કરોડ મંજૂર થયા છે. આ વર્ષે આ આંકડામાં ત્રણ ટકા વધારો છે. વળી કોરોના વાઇરસનાં જોખમ ાસમે લડવા માટે પણ સિવિક બૉડીએ 2 કરોડ મંજૂર કર્યા છે.
ઇન્ફ્રાસ્ટ્રક્ચર
મુંબઇ કોસ્ટલ રોડ માટેનું બજેટ 2019-20માં રૂપિયા 1600 કરોડ હતું જે આ ફાઇનાન્શિયલ વર્ષ માટે વધારીને 2000 કરોડ કરાયું છે. કોસ્ટલ રોડ પ્રોજેક્ટ માટેનું કામ બોમ્બે હાઇ કોર્ટનાં સ્ટે પછી અટક્યું હતું. સિવિક બોડીએ ગોરેગાંવ મુલુંડ લિંક રોડ પ્રોજેક્ટ માટેના 300 કરોડ પણ બાજુમાં રાખ્યા છે જે 12.2 કિલોમિટર લાંબો કરાશે જેથી શહેરનાં પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડી શકાય. ડિસેમ્બર 2022 સુધીમાં વર્લી કોસ્ટલ રોડ પ્રોજેક્ટ પુરો કરવાની જાહેરાત થોડા દિવસ પહેલાં જ કરવામાં આવી હતી.
ટૂરિઝમ અને બગીચા વિભાગ
BMCનાં ટુરિઝમ ડિપાર્ટમેન્ટને રૂ.183.03 કરોડ રોજિંદી પ્રવૃત્તિઓ માટે અપાયા છે જે બહારનાં એક્સપર્ટ્સ અને અક્રેડેટિંગ ટ્રાવેલ એજન્ટ્સ દ્વારા સંચાલિત હશે. વર્લી ફોર્ટમાં પણ એલઇડીથી ડેકોરેશન કરીને બ્યુટિફિકેશનના પ્રસ્તાવને આગળ કરાયો છે. આ બજેટમાં ગાર્ડન ડિપાર્ટમેન્ટ માટે 226.77 કરોડનું પ્રપોઝલ મુકાયું છે. 65 પ્લોટ્સમાં અંદાજે 400000 છોડવા ઉગાડવામાં આવશે. જાપાનિઝ બોટનિસ્ટ અકિરા મિયાવાકી દ્વારા શરૂ કરાયેલા અર્બન ફોરેસ્ટરી પદ્ધતિથી આ પ્લાન્ટેશન કરાશે. નેચરલ ઇનહેરિટન્સ અને હેરિટેજ માટે 183.02 કરોડની ફાળવણી કરાઇ છે.
અન્ય વિભાગો
મુંબઇ ઇન્ક્યુબેશન લેબ્ઝ માટે 15 કરોડ રૂપિયા જાહેર કરાયા છે. આ લેબ્ઝ BMCને લગતી સમસ્યાઓ ઉકેલવામાં મદદ કરશે અને એક સ્ટાર્ટઅપની માફક કામ કરશે. અંદાજે 6 કરોડ રૂપિયાનો પ્રસ્તાવ વૉટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સના પુનઃબંધારણ અને રિ-એન્જિનિયરિંગ માટે મુકાયો છે. વૉટર કન્વેયન્સ અને ટનલ વર્ક્સ માટે 170.70 કરોડ રૂપિયાનું પ્રોવિઝન કરાયું છે. શહેરનાં ફૂટપાથ રિપેર કરવા માટે 50 કરોડ રૂપિયા અલોટ થયા છે આ રકમ ગયા વર્ષે 100 કરોડ હતી. રોડ ડેવલપમેન્ટ માટેનું બજેટ ગયા વર્ષની સરખામણીએ 52.24 ટકા વધારાયું છે.

budget 2020 mumbai news brihanmumbai municipal corporation