જોઈ ન શકતી બાલિકાઓનું સુપરહિટ રક્ષાબંધન

02 August, 2012 05:27 AM IST  | 

જોઈ ન શકતી બાલિકાઓનું સુપરહિટ રક્ષાબંધન

 

બુધવારની બપોરે ત્રણ વાગ્યે આ બાલિકાઓએ પ્રાર્થના કર્યા બાદ ભાઈ-બહેનના પ્રેમને પ્રદર્શિત કરતાં હિન્દી-મરાઠી ગીતો ગાઈને કાર્યક્રમનું મંગલાચરણ કર્યું હતું. બે કચ્છી વેપારીઓ દ્વારા આયોજિત આ ભાવવાહી પ્રસંગે મુંબઈનાં અનેક ઠેકાણેથી સવાસોથી વધુ સ્ત્રી-પુરુષો ઓપન રક્ષાબંધન કાર્યક્રમમાં આવ્યાં હતાં. ચાર વર્ષથી લઈને જીવનના છ-સાત દાયકાઓ વટાવી ચૂકેલા પુરુષોએ આ સ્પેશ્યલ કન્યાઓ પાસે રાખડી બંધાવી. બે કલાકના આખાય પ્રોગ્રામ બાદ જોઈ ન શકતી કન્યાઓએ ઘણી ભેટ-સોગાદો મેળવી  અને સામે રાખડી બંધાવનારા ભાઈઓને અમાપ ઉષ્મા અને નિ:સ્વાર્થ સ્નેહ સાંપડ્યો.

- અલ્પા નિર્મલ