હીરાની પેઢીના વાઇસ પ્રેસિડન્ટને બનાવટી કૉલ કરનાર હોટેલમાલિકની ધરપકડ

12 May, 2019 01:25 PM IST  |  મુંબઈ | સૂરજ ઓઝા

હીરાની પેઢીના વાઇસ પ્રેસિડન્ટને બનાવટી કૉલ કરનાર હોટેલમાલિકની ધરપકડ

પ્રતીકાત્મક તસવીર

મુંબઈ પોલીસના ઍન્ટિ એક્સટૉર્શન સેલ (એઈસી)એ હીરાનો વ્યવસાય કરતી પેઢીના વાઇસ પ્રેસિડન્ટને પોલીસનો સવાંગ રચીને ધમકાવવાના આરોપસર ૫૬ વર્ષના હોટેલમાલિક લક્ષ્મીકાંત પવારની ધરપકડ કરી હતી. લક્ષ્મીકાંત પવાર કાંદિવલીનો રહેવાસી છે તથા પિશ્ચીમી પરાંમાં હોટેલ ચલાવે છે.

પોલીસે ‘મિડ-ડે’ને જણાવ્યા મુજબ ‘બાંદરા કુર્લા કૉમ્પ્લેક્સની એક પેઢીમાં ફોન કરી પવારે એઈસી ઑફિસર તરીકે પોતાની ઓળખ આપી ફૈઝી નામની વ્યક્તિની પૂછપરછ કરી જણાવ્યું કે નાઇજીરિયન ડ્રગ પેડલર ફૈઝી પાસેની ડાયરીમાંથી ફરિયાદીનો ફોન-નંબર મળ્યો હોવાનું કહ્યું હતું. થોડી વાર પછી ફરી પવારનો મિસ્ડ કૉલ જોતાં ફરિયાદીએ તેને ફોન કરતાં લક્ષ્મીકાંત પવારે તેને એઈસીની ઑફિસમાં આવવા જણાવ્યું હતું તેમ જ જો તે નહીં આવે તો તેની ધરપકડ કરવાની ધમકી આપી હતી.’

આ પણ વાંચો : મુંબઈ: શહેરની અગ્રણી ફોટોગ્રાફર સાથે 30 લાખ રૂપિયાની છેતરપિંડી

ગભરાયેલા ફરિયાદીએ જૉઇન્ટ કમિશનર ઑફ પોલીસ આસુતોષ ધુંબ્રે સમક્ષ ફરિયાદ કરી હતી જેમણે કૉલ કરનાર લક્ષ્મીકાંત પવારની તપાસ કરાવતાં તે પોલીસકર્મી ન હોવાનું જાણવા મળ્યું હતું.

mumbai mumbai news mumbai crime news suraj ojha