BJPના માસ્ટર-પ્લાનર શાહની મહા-યોજના

04 October, 2014 04:55 AM IST  | 

BJPના માસ્ટર-પ્લાનર શાહની મહા-યોજના

 
વરુણ સિંહ

શિવસેના સાથેની મહાયુતિ તૂટી ગયા બાદ એકલા હાથે મહારાષ્ટ્રનો હાલનો કૉન્ગ્રેસી ગઢ સર કરવા મેદાને પડેલી BJP વિધાનસભાની ચૂંટણીમાં કોઈ રીતે ઊંઘતી ઝડપાવા નથી માગતી. ૧૫ તારીખે મતદાન છે એ પહેલાં પ્રચારમાં BJP એની તમામ તાકાત કામે લગાડશે અને એ માટે તમામ ૨૮૮ સીટ અને રાજ્યના ખૂણે-ખૂણે પહોંચી વળવા લગભગ અઠવાડિયામાં જ ૭૫૦ રૅલીઓ કરશે; જેમાં પ્રાઇમ મિનિસ્ટર મોદી અને તેમની કૅબિનેટના ચુનંદા સાથીઓ, BJP શાસિત રાજ્યોના ચીફ મિનિસ્ટરો અને પીઢ નેતાઓ પણ મેદાને પડશે. પાર્ટીના ચીફ અને ઇલેક્શનના માસ્ટર સ્ટ્રૅટેજિસ્ટ અમિત શાહ હાલમાં પ્રદેશના નેતાઓ સાથે આ મામલે ચક્રવ્યૂહ ઘડી રહ્યા છે.
મુંબઈમાં આજે મોદીની પહેલી રૅલી થવાની છે અને એક અઠવાડિયામાં રાજ્યમાં કુલ ૨૪ રૅલીઓ તેઓ ગજાવશે, પરંતુ એ પહેલાં ગુરુવારે રાતથી શુક્રવારે વહેલી પરોઢે ત્રણ વાગ્યા સુધી BJPના ચીફ અમિત શાહે પાર્ટીના સિનિયર નેતા એકનાથ ખડસેના નરીમાન પૉઇન્ટસ્થિત બંગલોમાં પ્રદેશના નેતાઓ સાથે બંધબારણે મૅરથૉન મીટિંગો કરીને જોરદાર ચક્રવ્યૂહ તૈયાર કર્યો હતો. આ મીટિંગમાં અમિત શાહે રાજ્યના તમામ વિસ્તારો અને સીટો તેમ જ રાજ્યના નેતાઓનાં લેખાંજોખાં લીધાં હતાં અને મહા-પ્રચાર માટે વિસ્તૃત પ્લાન ઘડીને એરિયા પ્રમાણે કેન્દ્રના મોટા નેતાઓને ક્યારે-ક્યાં મેદાનમાં ઉતારવા અને પ્રદેશના કયા નેતાને ક્યાં જવાબદારી આપવી એની બ્લુપ્રિન્ટ તૈયાર કરવા સાથે જ નાના-મોટા તમામ કાર્યકરોને મૉબિલાઇઝ કરવાની યોજના તૈયાર કરી હતી.

આ મીટિંગ વિશે પ્રદેશ BJPનાં ટ્રેઝરર શાઇના એનસીએ કહ્યું હતું કે નરીમાન પૉઇન્ટ ખાતે મળેલી આ મૅરથૉન મીટિંગમાં અમે ચૂંટણીની સ્ટ્રૅટેજી ઘડી હતી અને રાજ્યની વધુમાં વધુ સીટો પર કેમ જીત મેળવવી એની યોજના તૈયાર કરી હતી.૭૫ સીટો પર નજર બૅન્ગલોરના સંસદસભ્ય અને કેન્દ્રના ફર્ટિલાઇઝર મિનિસ્ટર અનંત કુમારને પાર્ટીએ મુંબઈ, થાણે અને કોંકણ પ્રાંતની જવાબદારી સોંપી છે અને તેઓ મંગળવારથી જ મુંબઈમાં છે. મુંબઈની ૩૬, થાણેની ૨૪ અને કોંકણની ૧૫ મળી કુલ ૭૫ સીટ રાજ્યમાં વિધાનસભાની કુલ ૨૮૮માંથી લગભગ ચોથા ભાગની સીટો છે. આ તમામ સીટો પર ગ્થ્ભ્ની જેમ શિવસેનાનો પણ જબરો પ્રભાવ હોવાથી પાર્ટી માટે આ ૭૫ સીટ અત્યંત મહત્વની છે. એથી ત્યાં જોરદાર જંગનો પ્લાન કરવામાં આવ્યો છે.

પ્રૉબ્લેમ ક્યાં છે?

મુંબઈ અને થાણે પ્રાંતની વાત કરીએ તો મુંબઈ, થાણે અને કલ્યાણ-ડોમ્બિવલી સુધરાઈમાં મોટી પાર્ટી હોવાથી શિવસેનાનો કબજો છે. થાણે શહેરમાં ગ્થ્ભ્નો એક પણ વિધાનસભ્ય નથી અને ત્રણેય સીટ પર શિવસેનાના વિધાનસભ્ય છે. ૨૦૦૯માં વિધાનસભાની ચૂંટણીમાં શિવસેના કરતાં ગ્થ્ભ્નો દેખાવ સારો હતો, પરંતુ સુધરાઈની ચૂંટણીમાં BJPના માત્ર ૩૧ જ્યારે શિવસેનાના ૭૬ નગરસેવકો ચૂંટાયા અને સુધરાઈ પર શિવસેનાએ પકડ જમાવી હતી.

કોંકણના સાવંતવાડી, કુડાળ અને અલીબાગ જેવા એરિયામાં પાર્ટી તરીકે BJP છેલ્લા અઢી દાયકામાં પહેલી વાર જ ચૂંટણીના મેદાનમાં છે, કેમ કે શિવસેના સાથેની યુતિને કારણે સીટ-શૅરિંગમાં આ વિસ્તારો BJPના ભાગે નહોતા. એ રીતે જ થાણે પ્રાંતમાં કલ્યાણ (ઈસ્ટ અને વેસ્ટ), મીરા-ભાઈંદર, કળવા-મુમ્બþા, કોપરી-પાચપખાડી અને અન્ય કેટલાય વિસ્તારો પણ શિવસેનાના હિસ્સામાં હોવાથી BJPનું સંગઠન સ્ટ્રૉન્ગ નથી. મુંબઈમાં પણ કુલ ૩૬માંથી સીટ-શૅરિંગ પ્રમાણે અત્યાર સુધી BJP વિધાનસભાની માંડ દસ સીટો લડતી આવી છે એથી ભાંડુપ, લાલબાગ, વરલી, બાંદરા (ઈસ્ટ) અને દાદર જેવી કેટલીક સીટો પર મુશ્કેલ જંગ ખેલવો પડશે.

મુંબઈની તૈયારી

મુંબઈમાં પાર્ટીની તૈયારીનો અંદાજ આપતાં શહેર BJPના પ્રવક્તા નિરંજન શેટ્ટીએ કહ્યું હતું કે ‘આ માટે જ અમે પ્રચારમાં પાર્ટીના કેન્દ્રના મોટા નેતાઓને મેદાનમાં ઉતાર્યા છે. અનંત કુમાર અત્યાર સુધીમાં શહેરમાં લોકસભાની ત્રણ સીટના મતવિસ્તારોની મુલાકાત લઈ ચૂક્યા છે અને તેઓ આવા વિસ્તારોની વિધાનસભાની સીટોનું ગણિત પણ બેસાડી રહ્યા છે. હવે અમે મુંબઈમાં પાર્ટીના નાના-મોટા કાર્યકરોને મળીને પ્લાન તૈયાર કરી રહ્યા છીએ અને હવે અઠવાડિયા સુધી પાર્ટી થાણે અને કોંકણ પર ધ્યાન કેન્દ્રિત કરશે. ચૂંટણીમાં કોઈ કચાશ ન રહી જાય એની ફુલ તૈયારી થઈ રહી છે.’

અન્યોને જવાબદારી

દરમ્યાન કેન્દ્રનાં હ્યુમન રિસોર્સિસ ડેવલપમેન્ટ મિનિસ્ટર સ્મૃતિ ઈરાની ફિલ્મ અને ટીવીક્ષેત્રે જાણીતું નામ છે એથી પાર્ટીએ તેમને પુણે અને નાશિક જેવા વિસ્તારોની જવાબદારી સોંપી છે. એ રીતે જ કેન્દ્રના અન્ય કેટલાક નેતાઓને પણ રાજ્યના વિવિધ એરિયાના ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે કેન્દ્રના ટ્રાન્સર્પોટ મિનિસ્ટર નીતિન ગડકરીને વિદર્ભ અને કેન્દ્રમાં રાજ્યકક્ષાના કન્ઝ્યુમર અર્ફેસ મિનિસ્ટર રાવસાહેબ દાનવેને મરાઠવાડાના ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા છે.