એફડીઆઇ વિરુદ્ધ વ્યવસ્થિત આંદોલન ચલાવવા માટે બીજેપીએ યોજી વર્કશૉપ

04 October, 2012 05:31 AM IST  | 

એફડીઆઇ વિરુદ્ધ વ્યવસ્થિત આંદોલન ચલાવવા માટે બીજેપીએ યોજી વર્કશૉપ

આ વિરોધ કરતા એના કાર્યકરો અને પદાધિકારીઓને એફડીઆઇ વિશે ઝીણવટભરી માહિતી મળી રહે એ માટે એક વર્કશૉપનું ગઈ કાલે દાદર (સેન્ટ્રલ)ના દાદાસાહેબ ફાળકે રોડ પર આવેલા બીજેપીના કાર્યાલય વસંતસ્મૃતિમાં આયોજન કરવામાં આવ્યું હતું.

આ વિશે જણાવતાં બીજેપીના મુંબઈના સેક્રેટરી વિવેકાનંદ ગુપ્તાએ કહ્યું હતું કે ‘એફડીઆઇ સામે વિરોધ કરતી વખતે એ શું છે,

એની વેપારીઓ પર શું અસર પડશે, લોકોએ આનો વિરોધ કેમ કરવો જોઈએ એની જાણ વિરોધ કરી રહેલા બીજેપીના કાર્યકરોને ખબર હોવી જોઈએ એટલે તેમને એ વિશે ઝીણવટભરી માહિતી આપવા આ વર્કશૉપનું આયોજન કર્યું હતું. એમાં જિલ્લાસ્તરના ૫૫૦ જેટલા પદાધિકારીઓએ હાજરી આપી હતી. વેન્કૈયા નાયડુ, સુધીર મુનગંટીવાર અને કિરીટ સૌમૈયાએ આ વર્કશૉપમાં કાર્યકરોને સંબોધી તેમને એ વિશે માહિતી આપી હતી.

બીજેપી = ભારતીય જનતા પાર્ટી