જયરામ રમેશને જ ટૉઇલેટમાં પૂરવાની શિવસેનાની માગણી

08 October, 2012 03:10 AM IST  | 

જયરામ રમેશને જ ટૉઇલેટમાં પૂરવાની શિવસેનાની માગણી



રાજ્યના વિદર્ભ વિસ્તારના સેવાગ્રામથી શનિવારે નિર્મલ ભારતયાત્રાની શરૂઆત કરનાર ગ્રામીણ વિકાસપ્રધાન જયરામ રમેશે કહ્યું હતું કે ‘આપણા દેશમાં દેવી-દેવતાઓનાં અનેક મંદિરો છે, પણ મહિલાઓ માટે ટૉઇલેટ નથી. મંદિરો કરતાં પવિત્ર એવાં ટૉઇલેટ બનાવવા માટે આ નિર્મલ ભારતયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.’

બીજેપીના પ્રવક્તા જયરામ રૂડીએ કહ્યું હતું કે દેવી-દેવતાઓમાં માનનાર દેશવાસીઓનું આમ કહીને જયરામ રમેશે અપમાન કર્યું છે એટલે તેમણે લોકોની જાહેરમાં માફી માગવી જોઈએ. શિવસેનાના સંજય રાઉતે શિવસેનાની શૈલીમાં કહ્યું હતું કે ‘દેશની જનતા માટે ટૉઇલેટ બાંધવાની જવાબદારી તેમની છે અને તેમણે તેમનું એ કામ કરવું. જરૂર ન હોવા છતાં એ વિષય પર આવી ટિપ્પણી કરનાર જયરામ રમેશને જ ટૉઇલેટમાં પૂરી દેવા જોઈએ.’

 કૉન્ગ્રેસે આ બાબતે કહ્યું હતું કે અમે બધા ધર્મનું સન્માન કરીએ છીએ અને જયરામ રમેશે કરેલા વિવાદાસ્પદ નિવેદન સાથે કૉન્ગ્રેસને કશું લાગતુંવળગતું નથી.  

બીજેપી = ભારતીય જનતા પાર્ટી