નાઇટ લાઇફને નામે શાંતિના ભંગ સામે બીજેપીનો ઉગ્ર વિરોધ

19 January, 2020 02:31 PM IST  |  Mumbai Desk

નાઇટ લાઇફને નામે શાંતિના ભંગ સામે બીજેપીનો ઉગ્ર વિરોધ

પર્યટન ખાતાના પ્રધાન આદિત્ય ઠાકરેની મુંબઈમાં નાઇટ લાઇફ શરૂ કરવાની તાત્પુરતા તરફ કટાક્ષ કરતાં બીજેપીના નેતા આશિષ શેલારે જણાવ્યું હતું કે ‘નાઇટ લાઇફને નામે ચોવીસ કલાક હોટેલો ખુલ્લી રાખીને શહેરના નાગરિકોની શાંતિનો ભંગ કરવાના હો તો એની સામે બીજેપી ઉગ્ર વિરોધ કરશે. વેપારવૃદ્ધિ માટે ચોવીસ કલાક મૉલ ખુલ્લા રાખવાની જોગવાઈ વાજબી છે, પરંતુ વેપારવૃદ્ધિના ઓઠા હેઠળ રહેણાક વિસ્તારોમાં આખી રાત લેડીઝ બાર, પબ અને હોટેલો ખુલ્લી રાખીને લોકોને હેરાન, મહિલાઓની સુરક્ષા પર જોખમ ઊભું કરવા અને પોલીસનો કાર્યબોજ વધારવા સામે બીજેપી ઉગ્ર વિરોધ કરશે.’ 

૨૬ જાન્યુઆરીથી ત્રણ ઠેકાણે નાઇટ લાઇફના પ્રયોગની આદિત્ય ઠાકરેની જાહેરાતના અનુસંધાનમાં સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર આશિષ શેલારે જણાવ્યું હતું કે ‘હજી સુધી નાઇટ લાઇફની નીતિ બાબતે નિયમાવલી જાહેર કરાયા પછી વધુ વાત કરી શકાશે. છત્રપતિ શિવાજીના વંશજો પાસે પુરાવા માગનારાઓ આવાં કામ કરી શકે. તેમની પાસે સારી અપેક્ષા ન હોય.’

mumbai mumbai news bharatiya janata party