"ઑપરેશન સિંદૂરના પહેલા દિવસે જ આપણે પાકિસ્તાન સામે હારી ગયા," કૉંગ્રેસ નેતા પૃથ્વીરાજ ચવ્હાણનું નિવેદન

17 December, 2025 09:47 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

પૃથ્વીરાજ ચૌહાણે વધુમાં કહ્યું કે “તાજેતરમાં, ઑપરેશન સિંદૂર દરમિયાન, મેં જોયું કે સેના એક કિલોમીટર પણ આગળ વધી ન હતી. બે કે ત્રણ દિવસમાં જે કંઈ થયું તે ફક્ત હવાઈ યુદ્ધ અને મિસાઇલ યુદ્ધ હતું. ભવિષ્યના યુદ્ધો આ રીતે લડવામાં આવશે.

પૃથ્વીરાજ ચૌહાણ (તસવીર: મિડ-ડે)

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને કૉંગ્રેસના નેતા પૃથ્વીરાજ ચૌહાણે ‘ઑપરેશન સિંદૂર’ અંગે આપેલ વિવાદાસ્પદ નિવેદનથી હવે ચૂંટણી પહેલા રાજ્યમાં રાજકારણ ગરમાયું છે. ચૌહાણે કહ્યું હતું કે ઑપરેશન સિંદૂરના પહેલા દિવસે, આપણને સંપૂર્ણપણે હર મળી હતી. લોકો માને કે ન માને, 7મી તારીખે થયેલા અડધા કલાકના હવાઈ યુદ્ધમાં આપણે સંપૂર્ણપણે હાર્યા હતા. ભારતીય વિમાનોને તોડી પાડવામાં આવ્યા હતા. વાયુસેના સંપૂર્ણપણે ગ્રાઉન્ડેડ હતી, અને એક પણ વિમાન ઉડ્યું ન હતું. જો કોઈ વિમાન ગ્વાલિયર, ભટિંડા અથવા સિરસાથી ઉડાન ભરે, તો એવી શક્યતા વધુ હતી કે પાકિસ્તાન તેને તોડી પાડશે, જેના કારણે વાયુસેના સંપૂર્ણપણે ગ્રાઉન્ડેડ હતી.

ફક્ત હવાઈ યુદ્ધ અને મિસાઇલ યુદ્ધ હતું

પૃથ્વીરાજ ચૌહાણે વધુમાં કહ્યું કે “તાજેતરમાં, ઑપરેશન સિંદૂર દરમિયાન, મેં જોયું કે સેના એક કિલોમીટર પણ આગળ વધી ન હતી. બે કે ત્રણ દિવસમાં જે કંઈ થયું તે ફક્ત હવાઈ યુદ્ધ અને મિસાઇલ યુદ્ધ હતું. ભવિષ્યના યુદ્ધો આ રીતે લડવામાં આવશે. આવી સ્થિતિમાં, શું આપણે ખરેખર 1.2 મિલિયન સૈનિકોની સેના જાળવવાની જરૂર છે, કે શું આપણે તેમને અન્ય કાર્યો કરવા માટે કહી શકીએ? ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શહઝાદ પૂનાવાલાએ ચવ્હાણના નિવેદનોની ટીકા કરતા કહ્યું કે કૉંગ્રેસ ભારતીય સશસ્ત્ર દળોને નફરત કરે છે. સૈન્યનું અપમાન કરવું એ કૉંગ્રેસની ઓળખ છે. જેથી હવે કૉંગ્રેસના મોટા નેતાના નિવેદનનો બીજા પક્ષો કેવી રીતે ચૂંટણીમાં ફાયદો ઉઠાવશે તે હવે જોવાનું રહેશે.

ઑપરેશન સિંદૂર પુલવામા આતંકવાદી હુમલાનો જવાબ હતો

22 એપ્રિલના રોજ પુલવામા આતંકવાદી હુમલાના જવાબમાં 7 મેના રોજ `ઑપરેશન સિંદૂર` શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં 26 લોકો માર્યા ગયા હતા. ભારતીય સશસ્ત્ર દળોએ પાકિસ્તાન અને પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબા જેવા આતંકવાદી સંગઠનોના ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા. આ ઑપરેશનમાં ભારતે 100 થી વધુ આતંકવાદીઓને ઠાર માર્યા હતા. ઑપરેશન સિંદૂરના એક અઠવાડિયા પછી, જ્યારે ભારતીય લડાકુ વિમાનોને તોડી પાડવામાં આવ્યાના અહેવાલો સામે આવ્યા, ત્યારે ભારતીય લશ્કરી અધિકારીઓએ એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. ઍર માર્શલ એકે ભારતીએ આ દાવાઓની પુષ્ટિ કે ખંડન કર્યું ન હતું, પરંતુ જણાવ્યું હતું કે નુકસાન કોઈપણ યુદ્ધનો એક ભાગ છે. તેમણે કહ્યું, "આપણે યુદ્ધમાં છીએ, અને નુકસાન તેનો એક ભાગ છે." પ્રશ્ન એ છે કે, શું આપણે અમારું લક્ષ્ય પ્રાપ્ત કર્યું છે? જવાબ હા છે. વિગતોની વાત કરીએ તો, હું અત્યારે કોઈ ટિપ્પણી કરવાનું પસંદ કરીશ નહીં કારણ કે આપણે હજી પણ યુદ્ધમાં છીએ અને આનાથી દુશ્મનને ફાયદો થઈ શકે છે. અમારા બધા પાઇલટ્સ ઘરે પરત ફર્યા છે.

prithviraj chavan congress operation sindoor viral videos maharashtra news pakistan bharatiya janata party indian army