ઘાટકોપરે કાઢી ગુજરાત બીજેપીના વિજયની રૅલી

21 December, 2012 05:34 AM IST  | 

ઘાટકોપરે કાઢી ગુજરાત બીજેપીના વિજયની રૅલી



ગુજરાતમાં બીજેપીને વિધાનસભાની ચૂંટણીમાં મળેલી બહુમતીની વધામણી આપવા ઘાટકોપર (ઈસ્ટ)ના વિધાનસભ્ય પ્રકાશ મહેતાના નેતૃત્વ હેઠળ ગઈ કાલે એક વિજયરૅલીનું આયોજન કર્યા બાદ ઘાટકોપરના બીજેપીના કાર્યકરો ગઈ કાલથી જ સોમવારે ઘાટકોપર (ઈસ્ટ)ના તિલક રોડ પર આવેલી ગુરુકુળ હાઈ સ્કૂલના પરિસરમાં વિજયોત્સવ મનાવવાની તૈયારીમાં લાગી ગયા હતા. વિજયોત્સવમાં કીર્તિદાન ગઢવીનો ડાયરો રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

ગુજરાતના જામનગરમાં પ્રકાશ મહેતાએ પ્રચારકાર્ય સંભાળ્યું ત્યારથી જ તેમને દૃઢ વિશ્વાસ હતો કે ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં બીજેપીને બહુમતી મળશે. એટલે જ તેમણે ૧૨ ડિસેમ્બરથી જ ઘાટકોપરમાં ભવ્ય વિજયરૅલી કાઢવા માટેની સૂચનાઓ તેમના કાર્યકરોને

આપી દીધી હતી, પરંતુ ટ્રાફિક પોલીસ-કમિશનરની વિનંતીને માન આપીને અગાઉ જે રૅલી વિદ્યાવિહાર (ઈસ્ટ)માંથી નીકળી ઘાટકોપર (વેસ્ટ)ના રેલવે-સ્ટેશન પાસે પૂરી થવાની હતી એના રૂટને બદલીને આ રૅલી મહાત્મા ગાંધી રોડ પર આવેલી ઓઘડભાઈ લેનની બીજેપીને ઑફિસથી નીકળી ફક્ત ઘાટકોપર (ઈસ્ટ)ના રાજમાગોર્ પર જ ફરી બીજેપીને ઑફિસે પૂરી કરવામાં આવી હતી. આ રૅલીમાં ઘાટકોપરનાં બીજેપીનાં નગરસેવિકા ફાલ્ગુની દવે સહિત ૮૦૦થી વધુ કાર્યકરોએ ભાગ લીધો હતો. નાશિક ઢોલ સાથે નાચતા-કૂદતા કાર્યકરોએ રસ્તામાં ઠેર-ઠેર ફટાકડા ફોડીને ગુજરાત બીજેપીને વધાઈ આપી હતી.