બીએમસીની ચૂંટણી માટે બીજેપીએ કરી સ્ટ્રૅટેજી તૈયાર

23 May, 2022 09:09 AM IST  |  Mumbai | Sameer Surve

એક બાજુ બીજેપીના નેતાઓ શિવસેના સામે શહેરને સ્પર્શતા મુદ્દા ઉઠાવશે ત્યારે સ્થાનિક કાર્યકરો સોશ્યલ મીડિયા પર સ્થાનિક મુદ્દા ઉઠાવશે.

બીએમસી ઓફિસ


મુંબઈ ઃ એક બાજુ બીજેપીના નેતાઓ શિવસેના સામે શહેરને સ્પર્શતા મુદ્દા ઉઠાવશે ત્યારે સ્થાનિક કાર્યકરો સોશ્યલ મીડિયા પર સ્થાનિક મુદ્દા ઉઠાવશે. બીજેપીએ સ્થાનિક કાર્યકરોને સ્થાનિક ચૂંટણીઓ માટે સોશ્યલ મીડિયા હૅન્ડલ કરવાની તાલીમ આપી છે. 
ચોમાસા પછી યોજાનારી બીએમસીની ચૂંટણી માટે બીજેપીએ પહેલેથી જ ડેટા કલેક્શન શરૂ કરી 
દીધું છે.
મુંબઈ બીજેપીના સેક્રેટરી અને પાર્ટી વૉર-રૂમના ચીફ પ્રતીક કર્પેએ કહ્યું હતું કે ‘બીજેપી પાસે સોશ્યલ મીડિયાને હૅન્ડલ કરવા માટે શ્રેષ્ઠ ટીમ છે જે માત્ર ચૂંટણી વખતે જ નહીં, પરંતુ આખું વર્ષ કામ
કરે છે. અમારી પાસે દરેક વૉર્ડમાં સોશ્યલ મીડિયા હૅન્ડલ કરવા માટે ટીમ છે.’ 
તાજેતરમાં મુંબઈની મુલાકાતે આવેલા બીજેપી આઇટી સેલના રાષ્ટ્રીય વડા અમિત માલવિયાએ કાર્યકરોને સોશ્યલ મીડિયા સંબંધે માર્ગદર્શન આપ્યું હતું. પ્રતીક કર્પેએ વધુમાં કહ્યું હતું કે ‘અમારી મુખ્ય વૉર-રૂમ ભ્રષ્ટાચાર, 
પૂર અને ભેખડ ધસી પડવા જેવા 
શહેરના મુદ્દાને હૅન્ડલ કરશે. જોકે આ સ્થાનિક ચૂંટણી હોવાથી અમે 
સામાન્ય જનતાને સ્પર્શતા મુદ્દા પણ ઉઠાવવાનો નિર્ણય લીધો છે. પ્રત્યેક વૉર્ડમાં કાર્યકરોની ટીમનું ગઠન કરવામાં આવ્યું છે, જેઓ સ્થાનિક વૉર-રૂમ હૅન્ડલ કરશે.’ 

mumbai news brihanmumbai municipal corporation