યુતિમાં ભંગાણ વિશે લાલ કૃષ્ણ અડવાણીને ગેરસમજ : શિવસેના

17 November, 2014 05:37 AM IST  | 

યુતિમાં ભંગાણ વિશે લાલ કૃષ્ણ અડવાણીને ગેરસમજ : શિવસેના



તાજેતરમાં અડવાણીએ પટનામાં યોજાયેલા એક સંમેલનમાં જણાવ્યું હતું કે શિવસેનાના પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરેને તેમની યુતિમાં રહેવાની સલાહ ગમી નહોતી. શિવસેનાએ જણાવ્યું હતું કે ‘જ્યારે યુતિમાં વાતચીતમાં મુશ્કેલીઓ સામે આવી ત્યારે ઉદ્ધવજીએ સામેથી ફોન કરીને અડવાણીજીને પરિસ્થિતિનું વર્ણન કર્યું હતું. જો યુતિમાં ભંગાણ પડે તો અમને માફ કરજો એવી શાલિનતા ઉદ્ધવે દાખવી હતી.’

અડવાણીએ યુતિ તોડવા બદલ શિવસેનાને કારણભૂત જણાવતાં એના જવાબમાં શિવસેનાના સંજય રાઉતે શિવસેનાનો પક્ષ રજૂ કરતાં કહ્યું હતું કે ‘જો શિવસેનાએ દાયકાઓ જૂની યુતિ તોડવી હોત તો એણે  ગ્થ્ભ્ની ઓછી સીટો લડવાની માગણી સ્વીકારી ન હોત. હિદુત્વ પર આધારિત આ યુતિ જો અમારે તોડવી હોત તો અમે ઓછી સીટો સ્વીકારી ન હોત. જો અડવાણીજીને તેમની પાર્ટી પાસેથી પૂરી વિગતો મળી ન હોય તો એ વિગતો અમે તેમની સમક્ષ રજૂ કરીશું.’