ભાજપે આ વ્યક્તિને સોંપી મહારાષ્ટ્રની જવાબદારી, આશિષ શેલાર મુંબઈના પ્રદેશ અધ્યક્ષ

12 August, 2022 04:38 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

રાજ્યના પ્રદેશ અધ્યક્ષ પદ માટે આશિષ શેલાર અને રામ શિંદેના નામ ચર્ચામાં હતા

ફાઇલ તસવીર

રાજ્યમાં મંત્રીમંડળના વિસ્તરણ બાદ ભાજપે તેની નવી કાર્યકારી અધ્યક્ષની જાહેરાત કરી છે અને ચંદ્રશેખર બાવનકુળેને પ્રદેશ અધ્યક્ષ અને આશિષ શેલારને મુંબઈની જવાબદારી સોંપવામાં આવી છે. ભાજપના ચંદ્રકાંત પાટીલને મંત્રીમંડળમાં સ્થાન અપાયા બાદ ભાજપે આ નવા કાર્યકારી અધ્યક્ષની જાહેરાત કરી છે.

આશિષ શેલાર અગાઉ પણ મુંબઈના પ્રદેશ અધ્યક્ષ હતા. આગામી મુંબઈ મહાનગર પાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ જવાબદારી તેમના દ્વારા જાળવી રાખવામાં આવી છે. ભાજપનું વરિષ્ઠ નેતૃત્વ મંત્રી પદ અને પ્રદેશ પ્રમુખ પદ એક જ વ્યક્તિને આપવાના પક્ષમાં ન હતું. આથી એવી ચર્ચા હતી કે ચંદ્રકાંત પાટીલને મંત્રી તરીકે નિમણૂક મળતા જ તેમના સ્થાને બીજેપી પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવશે.

રાજ્યના પ્રદેશ અધ્યક્ષ પદ માટે આશિષ શેલાર અને રામ શિંદેના નામ ચર્ચામાં હતા. ચંદ્રશેખર બાવનકુલેએ જીત મેળવી છે. આ જ બાવનકુલેને અગાઉ વિધાનસભાની ટિકિટ નકારી કાઢવામાં આવી હતી. તે પછી હવે તેમને વિધાન પરિષદના ધારાસભ્ય મળ્યા અને હવે તેમને પ્રદેશ અધ્યક્ષ પદ આપવામાં આવ્યું છે.

આશિષ શેલારના નેતૃત્વમાં ભાજપે છેલ્લી મુંબઈ મહાનગર પાલિકાની ચૂંટણીમાં જોરદાર પ્રદર્શન કર્યું હતું. આથી આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ફરી એકવાર તેમને આ જવાબદારી સોંપવામાં આવી છે.

હાલ કૉંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નાના પટોલે વિદર્ભના છે અને ત્યાર બાદ ભાજપે પણ વિદર્ભમાંથી એક ચહેરાને તક આપી છે. વિદર્ભમાં કૉંગ્રેસ અને ભાજપની મોટી હાજરી છે અને તુલનાત્મક રીતે એનસીપી અને શિવસેનાનું સંગઠન એટલું મજબૂત નથી. તેથી વિદર્ભમાં ભાજપ કે કૉંગ્રેસ જીતે છે તે આવનારા સમયમાં સમજાશે.

mumbai mumbai news maharashtra bharatiya janata party ashish shelar