ચેઇન-સ્નૅચરને પકડો અને મેળવો ૨૫,૦૦૦ રૂપિયા

19 October, 2012 08:54 AM IST  | 

ચેઇન-સ્નૅચરને પકડો અને મેળવો ૨૫,૦૦૦ રૂપિયા



બોરીવલી-વેસ્ટમાં ૧૬ સપ્ટેમ્બર ગણેશોત્સવના પ્રથમ દિવસથી વિવિધ જગ્યાઓ પર ચેઇન-સ્નૅચિંગ તેમ જ મંગળસૂત્રને ખેંચીને ફરાર થઈ જતાં ચોરના ફોટા સાથે વિધાનસભ્ય ગોપાલ શેટ્ટી દ્વારા હોર્ડિંગ્સ મૂકવામાં આવ્યાં છે. હાલમાં એલ. ટી. રોડ પર આવેલા વીરસાવરકર ઉદ્યાનની બહાર તેમ જ જાંબલી ગલીમાં અંબે માતાના મંદિરની બહાર વગેરે જગ્યાએ હોર્ડિંગ્સ મૂકેલાં જોવા મળે છે. જેમાં લખવામાં આવ્યું છે. કોઈ પણ ચેઇન અથવા મંગળસૂત્રની ચોરી કરતા ચોરને પકડશે તો તેમને ગોપાલ શેટ્ટી તરફથી ૨૫ હજાર રૂપિયાનું ઇનામ આપી સન્માનિત કરવામાં આવશે.

જોકે અત્યાર સુધીમાં કોઈ પણ વ્યક્તિ એકેય ચોરને પકડ્યો નથી આ વાત કરતાં બોરીવલીના વિધાનસભ્ય ગોપાલ શેટ્ટીએ કહ્યું હતું કે ‘ર્બોડ મૂકવાથી મુખ્ય લાભ એ થયો છે કે ચોરને પકડવા માટે પોલીસ વધુ સતર્ક થઈ ગઈ છે, કારણ કે પોલીસને એવું થાય કે જો આમજનતા કોઈ ચોરને પકડશે અને તેઓ ચોરને નહીં પકડી શકે તો તેમાં તેમની આબરૂનો સવાલ છે તેમ જ ર્બોડ પર લગાવેલા ચોરના ફોટાને કારણે આમજનતા પણ તેમની કીમતી ચીજવસ્તુઓની સંભાળ માટે સાવધાની રાખે. એટલું જ નહીં, અજાણી શંકાસ્પદ તેમ જ ફોટામાં ભળતા ચહેરા જોઈને અલર્ટ થઈ જાય તેમ જ મંગળસૂત્ર અથવા ચેઇન-સ્નૅચરને પકડવામાં પણ તેઓ મદદરૂપ બની શકે.’