Mumbai News:`આશ્રય યોજનામાં 1844 કરોડ રૂપિયાનો ઘોટાળો`, સેના-BMC પર BJPનો પ્રશ્ન

17 October, 2021 08:06 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ભાજપ રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીને મળીને આ મામલે ફરિયાદ કરશે. સાથે જ લોકાયુક્ત પાસે સંપૂર્ણ ઘટનાની તપસાની માગ કરવામાં આવી છે.

પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્રમાં બીજેપીએ સફાઇ કર્મચારીઓ માટે શરૂ કરેલી આશ્રય યોજનામાં મોટા ઘોટાળાનો આરોપ મૂક્યો છે. બીજેપીનો આરોપ છે કે બીએમસી અને શિવસેનાએ 1844 કરોડ રૂપિયાનો ઘોટાળો કર્યો છે. બીજેપીનું કહેવું છે કે આ યોજનામાં બીએમસી દ્વારા નક્કી કરેલ રકમ કરતા કૉન્ટ્રેક્ટરે ત્રણગણું વધારે ટેન્ડર ભર્યું છે. સાથે જ પ્લાન સબમિટ કરી કુલ રકમનો 5 ટકા એડવાન્સ લીધો છે. આ કુલ 1844 કરોડ રૂપિયાનો ઘોટાળો છે. ભાજપ રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીને મળીને આ મામલે ફરિયાદ કરશે. સાથે જ લોકાયુક્ત પાસે સંપૂર્ણ ઘટનાની તપસાની માગ કરવામાં આવી છે.

બીએમસીમાં પાર્ટી નેતા વિનોદ મિશ્રાએ કહ્યું કે બીએમસીએ યોજના હેઠળ 9 સ્થળો પર સફાઇ કર્મચારીના ઘર બનાવવાની યોજનાને પરવાનગી આપી છે. બધા પ્રૉજેક્ટ્સ માટે બીએમસીએ 1479 કરોડ રૂપિયાની ન્યૂનતમ રકમ નક્કી કરી છે. જ્યારે કૉન્ટ્રેક્ટરે બીએમસીએ નક્કી કરેલી લકમ કરતા લગભગ અઢી ગણી વધારે રકમ એટલે કે 3323 કરોડ રૂપિયાનું ટેન્ડર ભર્યું છે, જે બીએમસીના ભાવ કરતા 1844 કરોડ રૂપિયા કરતા વધારે છે.

આ રીતે થયો ઘોટાળો
આશ્રય યોજના હેઠળ મુંબઇ અને ઉપરનગરમાં 11 પ્રૉજેક્ટ્સ માટે સપ્ટેમ્બર 2019માં ટેન્ડર મગાવવામાં આવ્યો હતો, પણ ફેબ્રુઆરી 2020માં પ્રશાસને તેને રદ કરી દીધો હતો. બીએમસીએ 28 એપ્રિલ 2020ના નવી શરતો સાથે માત્ર બીએમસીની વેબસાઇટ પર ટેન્ડર જાહેર કર્યો 11 પ્રૉજેક્ટમાંથી 2 ડ્રૉપ કરી દેવામાં આવ્યા. 9 પ્રૉજેક્ટ માટે લગભગ 3,300 કરોડ રૂપિયાથી વધારેનો ટેન્ડર ભરવામાં આવ્યો. આરોપ છે કે મેમાં અતિરિક્ત આયુક્તે (પ્રૉજેક્ટ) નિર્માણની રકમ 63,333 રૂપિયા સ્ક્વેર મીટરથી ઘટાડીને 52,445 સ્ક્વેર મીટર કરી દીધી. એટલું જ નહીં, બિલ્ડરને 4800 રૂપિયા સ્ક્વેર મીટર પર આશ્રય યોજનાનું કામ આપવામાં આવી રહ્યું છે.

Mumbai mumbai news shiv sena bharatiya janata party brihanmumbai municipal corporation