BJPને ૧૮૦ સીટ મળવાની આગાહી કરતો જનમત કોણે વહેતો કર્યો?

14 October, 2014 03:19 AM IST  | 

BJPને ૧૮૦ સીટ મળવાની આગાહી કરતો જનમત કોણે વહેતો કર્યો?





દેશમાં દરેક ચૂંટણી વખતે ચૂંટણી પહેલાંના સર્વેનો રાફડો ફાટે છે અને તમામ મીડિયા હાઉસો અને સોશ્યલ નેટવર્કિંગ સાઇટ્સ પર તમામ પાર્ટીઓને કેટલી સીટો મળશે અને સત્તાનાં સમીકરણો કેવાં હશે એની આગાહીઓ એટલી હદે થાય છે કે મતદારો ખરેખર કન્ફ્યુઝ થઈ જાય છે. જોકે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીનાં ઉમેદવારી-ફૉર્મ ભરવાની વેળા આવી ત્યારે જ રાજ્યમાં સત્તાધીશ કૉન્ગ્રેસ અને NCPની દોઢ દાયકા જૂની યુતિ તેમ જ શિવસેના અને BJPની અઢી દાયકા જૂની મહાયુતિનો ધી એન્ડ આવતાં આ પાર્ટીઓએ પૉલિટિકલ પંડિતોને પણ માથું ખંજવાળતા કરી દીધા હતા. 

આમ છતાં કેટલાક સર્વે થયા છે એમાં ‘ધ વીક’ અને હંસા રિસર્ચના સર્વે પ્રમાણે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પંચકોણીય જંગમાં કુલ ૨૮૮ સીટમાંથી BJP અને એની સાથીદાર પાર્ટીઓને ૧૫૪ સીટો મળશે અને બહુમતીથી એમની સરકાર બનશે;

જ્યારે શિવસેનાને ૪૭, કૉન્ગ્રેસને પચીસ, NCPને ૧૭ અને MNSને ૧૦ સીટ મળવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે.

જોકે એક પ્રતિષ્ઠિત એજન્સીના નામે ખોટા સર્વેના આંકડા વહેતા કરીને લોકોમાં ભ્રમ ઊભા કરવાના પ્રયાસો પણ કરવામાં આવ્યા છે. લોકસભાની ચૂંટણી વખતે ઍક્યુરેટ પ્રી-પોલ સર્વે કરવાનું માન ખાટી જનારી ટુડેઝ ચાણક્ય નામની એજન્સીના નામે સોશ્યલ નેટવર્કિંગ સાઇટ્સ પર મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પ્રી-પોલ સર્વેના આંકડા વહેતા થતાં આ એજન્સીએ ચોખવટ કરી છે કે ‘વૉટ્સઍપ પર અમારા નામે ફરી રહેલી મહારાષ્ટ્રની ચૂંટણીનાં પરિણામોની આગાહી અમારી નથી. અમે હજી સુધી કોઈ આંકડા બહાર પાડ્યા નથી. અમે સર્વે કયોર્ છે, પરંતુ એના આંકડા ૧૫ ઑક્ટોબરે મતદાન પૂરું થયા બાદ જ બહાર પાડીશું. અમારા નામે સોશ્યલ નેટવર્કિંગ સાઇટ્સ પર હાલમાં સક્યુર્લેટ થતી આંકડાબાજી કોઈનું કારસ્તાન છે. એને સાચી ન માનશો.’   

ટુડેઝ ચાણક્યના નામે જે આંકડા ફરી રહ્યા છે એમાં એવી આગાહી કરવામાં આવી છે કે BJPને ૧૮૦, શિવસેનાને ૪૨, NCPને ૨૦, કૉન્ગ્રેસને ૧૬, MNSને ૧૩, ય્ભ્ત્ને બે, સ્વાભિમાની શેતરી સંઘટનાને બે, સમાજવાદી પાર્ટીને બે તથા અન્યોને ૧૧ સીટ મળશે.