શાળાઓમાં મરાઠી ભાષા ફરજિયાત બનાવતો ખરડો વિધાનસભામાં મંજૂર

28 February, 2020 07:03 PM IST  |  Mumbai Desk

શાળાઓમાં મરાઠી ભાષા ફરજિયાત બનાવતો ખરડો વિધાનસભામાં મંજૂર

મહારાષ્ટ્રની તમામ શાળાઓમાં મરાઠી ભાષાનું શિક્ષણ ફરજિયાત બનાવતો ખરડો ગઈ કાલે રાજ્યની વિધાનસભામાં મંજૂર કરવામાં આવ્યો હતો. ગઈ કાલે ‘મરાઠી ભાષા દિન’ના શુભ અવસરે આ ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. જ્ઞાનપીઠ પારિતોષિક વિજેતા મરાઠી કવિ વિ. વા.શિરવાડકરની જન્મજયંતી નિમિત્તે ૨૭ ફેબ્રુઆરીએ મરાઠી ભાષા દિન ઊજવાય છે. અગાઉ બુધવારે રાજ્યની વિધાન પરિષદે ‘મહારાષ્ટ્ર કમ્પલ્સરી ટીચિંગ ઍન્ડ લર્નિંગ ઑફ મરાઠી લૅન્ગ્વેજ ઇન સ્કૂલ્સ બિલ, ૨૦૨૦’ મંજૂર કર્યું હતું. 

મરાઠી રાજભાષાનો અખત્યાર સંભાળતા પ્રધાન સુભાષ દેસાઈએ ગઈ કાલે રાજ્ય વિધાનસભામાં ઉક્ત ખરડો રજૂ કર્યો હતો. ખરડાને મંજૂરી અપાતાં રાજ્યની શાળાઓમાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-’૨૧થી પહેલાથી દસમા ધોરણ સુધી મરાઠી ભાષાનું શિક્ષણ ફરજિયાત બનશે. આ પ્રકારના કાયદા તેલંગણ, તામિલનાડુ, કેરળ અને કર્ણાટકની વિધાનસભાઓમાં મંજૂર કરવામાં આવ્યા છે. એના આધારે મહારાષ્ટ્રના વિધાનમંડળે પણ કાયદો ઘડ્યો છે.

mumbai mumbai news mumbai news mumbai