નવ વર્ષમાં બાઇક-અકસ્માતોમાં ૧૧૮ ટકાનો થયો જબ્બર વધારો

29 December, 2011 05:10 AM IST  | 

નવ વર્ષમાં બાઇક-અકસ્માતોમાં ૧૧૮ ટકાનો થયો જબ્બર વધારો

 

૨૦૦૧થી ૨૦૦૯ દરમ્યાન આવા અકસ્માતોમાં થયેલા મૃત્યુની સંખ્યામાં ૧૩૧ ટકાનો વધારો થયો છે. મુંબઈની ટ્રાફિક-પોલીસ પાસેથી આરટીઆઇ (રાઇટ ટુ ઇન્ફર્મેશન ) ઍક્ટ હેઠળ મેળવેલી માહિતી મુજબ ૨૦૦૧માં બાઇક-ઍક્સિડન્ટના ૩૮ બનાવોમાં ૩૮ લોકોનાં મૃત્યુ થયાં હતાં, જ્યારે ૨૦૦૯માં બાઇક-અક્સ્માતના ૮૮ બનાવોમાં ૮૩ લોકોનાં મૃત્યુ થયાં હતાં. વળી આ જ આંકડા મુજબ જાન્યુઆરી ૨૦૦૨થી માર્ચ ૨૦૧૦ દરમ્યાન સરેરાશ ૭૨ લોકો બાઇક-અકસ્માતને કારણે માર્યા ગયા હતા.

આરટીઆઇ ઍક્ટિવિસ્ટ વિહાર દુર્વેના મતે મોટા ભાગના અકસ્માતમાં બાઇકચાલકની બેજવાબદારી કારણભૂત છે. લોકોમાં ટ્રાફિક-સેન્સ વધે એ માટે જાગૃતિ-અભિયાન ચલાવવામાં આવે છે, પરંતુ મૃત્યુઆંક જોતાં અપૂરતું જ લાગે છે.