Mumbai: ભિવંડીમાં 3 માળની બિલ્ડીંગ ધસી પડી, 10ના મોત

21 September, 2020 10:57 AM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

Mumbai: ભિવંડીમાં 3 માળની બિલ્ડીંગ ધસી પડી, 10ના મોત

ભિવંડીમાં ત્રણ માળની બિલ્ડિંગ ધસી પડી.

મહારાષ્ટ્ર (Maharashtra)ની રાજધાની મુંબઇ (Mumbai)માં મોટા અકસ્માત (Accident)ની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં 10 લોકોના જીવ ગયા છે. મુંબઇ (Mumbai )નજીક ભિવંડી 9Bhiwandi)ના ધામનકર નાકા પાસે પટેલ કમ્પાઉન્ડ વિસ્તારમાં ત્રણ માળની બિલ્ડિંગ (Building collapse) ધસી પડી છે. અકસ્માત વહેલી સવારે થયો છે. મળતી માહિતી પ્રમાણે, ઇમારતના કાટમાળમાં 35-40 લોકો ફસાયા હતા. જો કે, અકસ્માતની સૂચના મળતાં જ પોલીસ (Police) અને એનડીઆરએફ (NDRF)ની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.

મળતી માહિતી પ્રમાણે, સ્થાનિક લોકોની મદદથી ઓછામાં ઓછા 20 લોકોને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા છે. કાટમાળમાં દબાયેલા 25 લોકો માટે રેસ્ક્યૂ ઑપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. દુર્ઘટનામાં અત્યાર સુધી 10ના મોત થયા છે.

રેસ્ક્યૂ ઑપરેશન ચાલુ
મળતી માહિતી પ્રમાણે, સોમવારે સવારે 3 વાગીને 40 મિનિટે ધમનકર નાકા પાસે પટેલ કમ્પાઉન્ડમાં બિલ્ડિંગ તે સમયે ધસી પડી જ્યારે લોકો સૂઈ રહ્યા હતા. તે દરમિયાન લગભગ 20 લોકોને સ્થાનિક લોકોએ બચાવી લીધા. અકસ્માતની માહિતી મળતા જ એનડીઆરએફની ટીમ તત્કાળ ઘટનાસ્થળે પહોંચી. રેસ્ક્યૂ ટીમે કાટમાળમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાનું શરૂ કરી દીધું. આ દરમિયાન કાટમાળમાંથી એક નાનકડા બાળકને રેસ્ક્યૂ કરવામાં આવ્યો છે. તેની સ્થિતિ બરાબર ન હોવાથી તેને તત્કાળ હૉસ્પિટલ મોકલી દેવામાં આવ્યો છે.

રેસ્ક્યૂ ટીમના મેમ્બર્સ હજી પણ ફસાયેલા લોકોને બચાવી રહ્યા છે કાટમાળમાંથી બહાર કાઢવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ફાયર બ્રિગેડ, થાણે ડિઝાસ્ટર મેનેમેન્ટ, એમ્બ્યુલેન્સ અને સિવિક ઑફિસર્સ ઘટના સ્થળે હાજર છે.

mumbai mumbai news bhiwandi thane