આજે ભિવંડી બંધ : સવારે નીકળનારા મોરચામાં ગાયોનો પણ થશે સમાવેશ

06 August, 2012 05:22 AM IST  | 

આજે ભિવંડી બંધ : સવારે નીકળનારા મોરચામાં ગાયોનો પણ થશે સમાવેશ

ગૌરક્ષાના કેસ લડી રહેલા ઍડ્વોકેટ પર થયેલા હુમલાના વિરોધમાં આજે સવારે ૧૦ વાગ્યે નીકળનારા આ મોરચામાં પહેલી જ વાર ગાયોને પણ સામેલ કરવામાં આવી છે. આ બંધ અને મોરચાને પગલે ભિવંડીમાં પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે.

 

આ મોરચો મનોજ રાયચા પર હુમલો થયો હતો એ સ્થળ ડૉ. ઉષા પિંગળે હૉસ્પિટલથી નીકળશે અને ડેપ્યુટી પોલીસ-કમિશનરની ઑફિસ સુધી જશે. ડેપ્યુટી પોલીસ-કમિશનર એમ. કે. ભોસલેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારી ઑફિસ સુધી આ મોરચો આવવાનો છે, પણ આ મોરચામાં ગાય પણ સામેલ થવાની માહિતી મને મળી નથી. હું પણ ગૌરક્ષામાં વિશ્વાસ કરું છું. મનોજ રાયચા પર થયેલા ફાયરિંગમાં અમે સાકિબ નાચન નામના યુવકની ધરપકડ કરી વધુ તપાસ કરી રહ્યા છીએ.’